Price Hike: દિવાળી 2021 બાદ એસી, ફ્રિઝ સહિત બીજા કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ પ્રોડક્ટની કિમતમાં વધારો થઈ શકે છે. હાલના દિવસોમાં સ્ટીલ, કોપર, એલ્યુમિનિયમના ભાવ વધ્યા છે. જે બાદ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓ પ્રોડ્ક્ટના ભાવ વધારવા દબાણ બન્યું છે. ઉપરાંત ડીઝલના ભાવમાં વધારો થયો છે. જેના કારણે કાચા માલનું પરિવહન મોંઘું બન્યું છે. આ કારણે કંપનીઓ પાસે ભાવ વધારવા ઉપરાંત કોઈ વિલ્પ નથી બચ્યો. સેમીકંડકટર ચિપની અછતથી પણ કંપનીઓ પરેશાન છે.


ખર્ચ વધવાના કારણે ભાવ વધારવાનું દબાણ


આ તહેવારોની સીઝનમાં કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ કંપનીઓ વધારે વેચાણના ચક્કરમાં ભાવ નહોતા વધાર્યા. જેની અસર તેમના પ્રોફિટ માર્જિન પર અસર પડી રહી છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે દિવાળી બાદ આ કંપનીઓ 7 થી 10 ટકા સુધી પ્રોડક્ટ્સનો ભાવ વધારી શકે છે. છેલ્લા થોડા દિવસોથી કોમોડિટીના ભાવમાં 20 થી 25 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. ઉપરાંત મોટાભાગની કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓ ચીનથી કમ્પોનેંટ આયાત કરે છે અને ચીનથી આવતા ફ્રેટ આર્જમાં પાંચ ગણો વધારો થયો છે. જેની તુલનામાં કંપનીએ ભાવ વધાર્યો નથી પરંતુ હવે ખર્ચમાં થઈ રહેલા વધારાના કારણે કસ્ટમર્સ પર નાંખવાની તૈયારી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓ દ્વારા કરી લેવામાં આવી છે. જેને લઈ તબક્કાવાર દિવાળી બાદ ભાવ વધવાનું શરૂ થઈ જશે.


તહેવારોની સીઝનમાં ધૂમ વેચાણ


દશેરાથી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓના વેચાણમાં વધારો થયો છે. જેમાં ઈ-કોમર્સ કંપનીઓ મોટું યોગદાન આપી રહી છે. નવરાત્રિ દરમિયાન એસી, ટીવી, ફ્રિઝની સારી ડિમાંડ જોવા મળી હતી. કંપનીઓને આશા છે કે ધનતેરસ અને દિવાળીના અવસર પર સારું વેચાણ થશે. અમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઈ કોમર્સ કંપનીઓનો ઓક્ટોબર મહિનામાં જે સેલ શરૂ થયો હતો તે હજુ શરૂ છે. દિવાળી બાદ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓ ભાવ વધારવાનો ફેંસલો લેશે તો તેની સીધી અસર કસ્ટમર્સના ખિસ્સા પર પડશે. પેટ્રોલ-ડીઝલથી લઈ પીએનજી-સીએનજીના ભાવ આસમાને આંબી ગયા છે, તેથી ટીવી, ફ્રિઝની કિંમત વધી શકે છે.