પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ સિંલિડરના ભાવ વધારા બાદ સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. સિંગતેલના ભાવમાં ડબ્બે 100 અને કપાસિયા તેલના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે.


સિંગતેલની સીઝનમાં જ ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. કારણ કે સીંગતેલના ડબ્બાનો ભાવ ફરી 2550થી 2590 રૂપિયા થયો છે. તો કપાસિયા તેલનો ભાવ ડબ્બે 2425 રૂપિયાએ પહોંચ્યો છે. નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં જ સટોડિયાઓ સક્રિય થયા છે. એક બાજુ કપાસ અને મગફળીની આવક થઈ રહી છે તો બીજી બાજુ બન્ને તેલમાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે વિદેશમાંથી માગ વધવાને કારણે ભાવ વધ્યા છે. વૈશ્વિક બજારમાં પામોલિન તેલની ભારે માગ નીકળતા અન્ય ખાદ્ય તેલોમાં આગજરતી તેજી જોવા મળી રહી છે.


પૈટ્રોલમાં આજે ભાવ વધારો


પેટ્રોલ ડિઝલની કિંમતમાં આજે ફરી ભાવ વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે પેટ્રોલે હવે સદી લગાવી દીધી છે. પેટ્રોલમાં આજે પ્રતિ લિટરે 29 પૈસાનો, જ્યારે ડિઝલમાં આજે પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે રાજ્યના લગભગ તમામ મોટા શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે.


રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો નવા ભાવ વધારા સાથે અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.87 પર પહોંચી છે.


ગાંધીનગર પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.22 રૂપિયા, તો ડિઝલની કિંમત 99.08 રૂપિયા પર પહોંચી ગઈ છે.


ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101. 73 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.58 રૂપિયા પર પહોંચી ગઈ છે.


જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.67 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.55 રૂપિયા પર પહોંચી ગઈ છે.


રાજકોટમાં પેટ્રોલની કિેંમત પ્રતિ લિટરે 99.76 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.64 રૂપિયા પર પહોંચી છે.


વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.65 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.52 રૂપિયા પર પહોંચી છે.


જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.93 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.80 રૂપિયા પર પહોંચી ગઈ છે.


સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.87 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.76 રૂપિયા પર પહોંચી ગઈ છે .


રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.82 રૂપિયા તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.70 રૂપિયા પર પહોંચી ગઈ છે.


ભૂજમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.29 રૂપિયા તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.15 રૂપિયા પર પહોંચી છે.


ભરૂચમાં પેટ્રોલની કિંમત 100.50 રૂપિયા, તો ડિઝલની કિંમત 99.37 રૂપિયા પર પહોંચી ગઈ છે.


મહેસાણામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.06 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.95 રૂપિયા પર પહોંચી ગઈ છે.


નવસારીમાં પેટ્રોલની કિંમત 100.13 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.02 રૂપિયા પર પહોંચી છે.


પાટણમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.04 રૂપિયા તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.92 રૂપિયા પર પહોંચી છે.


સુરેંદ્રનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.07 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત 99.93 રૂપિયા પર પહોંચી છે.


ગોધરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.47 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.34 રૂપિયા પર પહોંચી.


આણંદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.80 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.67 રૂપિયા પર પહોંચી છે.