નવી દિલ્હીઃ દેશમાં હાલ મોંઘવારીએ માજા મુકી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. રાંધણ ગેસ સહિત પીએનજી-સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. આ દરમિયાન હવે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ પણ લોકોને રડાવવાનું શરૂ કર્યુ છે. દિલ્હીમાં જથ્થાબંધ બજારમાં 50 રૂપિયે કિલો વેચાતી ડુંગળીનો હાલ ભાવ 75 રૂપિયા સુધી પહોંચ્યો છે. છેલ્લા દોઢ મહિનામાં ડુંગળીની કિંમત લગભગ બમણી થઈ છે.
ડુંગળીના ભાવમાં વધારો થવાનું કારણ કમોમસી વરસાદ છે. મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં પડેલા વરસાદના કારણે ડુંગળીનો પાક પ્રભાવિત થયો છે. તેથી જથ્થાબંધ બજારમાં ડુંગળીની આવક ઘટી છે. આ કારણે ડુંગળીના ભાવ વધ્યા છે. આ ઉપરાંત ડીઝલની કિંમત વધવાના કારણે ભાડામાં વધારો થયો છે. તેના કારણે દરેક ચીજવસ્તુ મોંઘી થઈ છે.
ખાદ્ય ચીજોથી લઈ ઘર બનાવવાની નિર્માણ પ્રક્રિયાની સામગ્રીમાં 15-20 ટકાનો વધારો થયો છે. ડુંગળી અને બટાકાના ભાવમાં વધારો થવાનું કારણ ડીઝલના ભાવમાં થયેલો વધારો પણ છે. જેના કારણે ગ્રાહકોએ તેની કિંમત ચુકવવી પડી રહી છે.
પેટ્રોલ-ડીઝલ-રાંધણ ગેસ બાદ હવે ડુંગળી પણ રડાવી રહી છે, જાણો શું છે કારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Feb 2021 01:56 PM (IST)
ડુંગળીના ભાવમાં વધારો થવાનું કારણ કમોમસી વરસાદ છે. મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં પડેલા વરસાદના કારણે ડુંગળીનો પાક પ્રભાવિત થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -