પેટ્રોલ-ડીઝલ જ નહી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ સતત મોંઘવારીનો ડામ લાગી રહ્યો છે. સિંગતેલના ભાવમાં આજે ફરી 30 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 30 રૂપિયા વધીને બે હજાર 700 પર પહોંચી ગયો છે. તો કપાસિયા તેલમાં ડબ્બાનો ભાવ 10 રૂપિયા વધીને બે હજાર 650 પર પહોંચ્યો છે.


છેલ્લા છ દિવસમાં સિંગતેલના ભાવમાં ડબ્બે 125 રૂપિયાનો ભાવ વધારો થયો છે. સિંગતેલના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તો સાથે જ ખાદ્ય ચીજવસ્તુઓન ભાવમાં પણ વધારો થયો છે.


બે વર્ષમાં આવશ્યક ચીજ વસ્તુના ભાવ વધ્યા


મધ્યમવર્ગને મોંઘવારીનો માર પડી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં આવશ્યક ચીજ વસ્તુઓના ભાવમાં પાંચથી 95 ટકાનો જંગી વધારો થયો છે. ખાદ્યતેલ, શાકભાજી અને કરિયાણા સહિતના ચીજ વસ્તુઓના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. જેમાં પણ રાયડના તેલના ભાવમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. બે વર્ષમાં રાયડાના તેલના ભાવમાં પ્રતિ લીટર 85થી 95 રૂપિયનો વધારો થયો છે અને ભાવ 175 રૂપિયા પર પહોંચ્યો છે.


આ સાથે જ ખાદ્યતેલોમાં સનફ્લાવર તેલના ભાવમાં 71 રૂપિયા, સિંગતેલના ભાવમાં 32 અને સોયાતેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. જો શાકભાજીની વાત કરીએ તો ટામેટાના ભાવમાં બે વર્ષમાં 40નો વધારો થયો છે અને તો ડુંગળીના ભાવમાં 25 અને કઠોળ અને દાળના ભાવમાં બે વર્ષમાં 25 રૂપિયાનો વધારો થયો છે.


પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા


સરકારી ઓઈલ કંપનીઓ પોતાનું નુકસાન ભરપાઈ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે. બુધવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 80 પૈસાપ્રતિ લિટરનો વધારો થયો છે.


સરકારી તેલ કંપનીઓએ આજે ​​દેશના ચાર મહાનગરો સહિત તમામ મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 80 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે અને 101 રૂપિયાને પાર પહોંચી ગયું છે. મુંબઈમાં ફરી એકવાર પ્રતિ લિટર મહત્તમ 85 પૈસાનો વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં ડીઝલની કિંમતમાં પણ 80 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.