એક દિવસ, એક મહિનો, ત્રણ મહિના, છ મહીના માટે એમસીએલઆરને 0.10 ટકા ઘટાડીને અનુક્રમે 8.05 ટકા, 8.10 ટકા અને 8.15 ટકા કરવામાં આવ્યો છે. બેઝ રેટ 9.25 ટકા રહેશે. અગાઉ 8 ફેબ્રુઆરીએ દેશની સૌથી મોટી બેન્કે એસબીઆઈએ 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર વ્યાજ દર 0.05 ટકા ઘટડવા અંગેની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ રેપો રેટને 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કરવામાં આવ્યો હતો.
રેપો રેટમાં ઘટાડા બાદ આરબીઆઈએ અન્ય બેન્કો પર લોન સસ્તી કરવા માટે દબાણ કર્યું હતું. તે માટે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે સરકારી અને પ્રાઈવેટ બેન્કોના પ્રમુખોની સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન દાસે કહ્યું હતું કે કેન્દ્રીય બેન્કે તેના વ્યાજ દરમાં જે ઘટાડો કર્યો છે, તેનો લાભ આમ લોકો સુધી પહોંચે તે ખૂબ જ જરૂરી છે. આ અંગે બેન્કરોએ કહ્યું કે તાત્કાલિક લોનના વ્યાજ દરો ઘટાડી શકાશે નહિ પરંતુ તેમાં તબક્કાવાર ઘટાડો કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે માર્ચમાં અન્ય બેન્કો પણ વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી શકયતા છે.
વાંચોઃ INDvAUS: હાર છતાં ધોનીએ બનાવ્યો આ રેકોર્ડ, બન્યો પ્રથમ ભારતીય ક્રિકેટર
પાકિસ્તાન સાથેની હાલની સ્થિતિ મુદ્દે સાધુઓએ શું કહ્યું? જુઓ વીડિયો
વાંચોઃ અમેરિકા, બ્રિટન, ફ્રાંસ ભારતની સાથે, UNમાં આપ્યો પાકિસ્તાની આતંકી મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરવાનો પ્રસ્તાવ