બનાસકાંઠાનું મધ હવે અમૂલ બ્રાન્ડ હેઠળ વિશ્વભરના બજારમાં વેચાશે. દિલ્લીમાં કેન્દ્રીય મંત્રીના હસ્તે આજે અમૂલ બ્રાન્ડના મધનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અમૂલ બ્રાંડના મધની મીઠાશ દુનિયાભરના લોકો માણી શકશે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 5000 મધ પેટી મારફત મધ એકત્ર કરવામાં આવી રહ્યું છે. જેના પ્રોસેસિંગ માટે બનાસ ડેરીએ પ્લાન્ટ પણ બનાવ્યો છે. ગઈકાલે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પુરુષોત્તમ રૂપાલાના હસ્તે અમૂલ બ્રાન્ડના મધનું ઇ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બનાસડેરીના ચેયરમેન શંકર ચૌધરી, સાંસદ પરબત પટેલ સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર હાજર રહ્યા હતા.


કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંઘ તોમર, કેન્દ્ર સરકારના પશુપાલન અને  ડેરી ક્ષેત્રના મંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્ર સરકારના રાજયકક્ષાના પ્રધાન કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી કૈલાશ ચૌધરી તથા રાજ્યકક્ષાનાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શોભા કરંનદલજેએ નવી દિલ્હીથી અમૂલ મધ (AMUL HONEY)નું વર્ચ્યુઅલ લોન્ચિંગ કર્યુ હતું.


અગાઉ બનાસ ડેરી બનાસ પ્રોડક્ટ હેઠળ મધનું વેચાણ કરતા હતા, પરંતુ હવે બનાસનું મધ અમૂલ બ્રાન્ડ હેઠળ વિશ્વના બજારમાં વેચાણ થશે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે પાંચ હજાર મધ પેટી દ્વારા મધ એકત્ર કરવામાં આવી રહ્યું છે. જેના પ્રોસેસિંગ માટે બનાસ ડેરી દ્વારા પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે.






અમૂલ મધના વર્ચ્યુઅલ લોન્ચિંગ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંઘ તોમરે વડાપ્રધાનનુ સ્વીટ રિવોલ્યુશનનુ  સપનુ આગળ ધપાવવાના માટેના અમૂલના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ પ્રકારના પ્રયાસોથી નાના અને સિમાંત ખેડૂતોની આવક નોંધપાત્ર પ્રમાણમાં સુધારવામાં સહાય થશે.


અમૂલના MD ડો. સોઢીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અમૂલે મધ એકત્ર કરવામાં, પેકીંગમાં તથા માર્કેટીંગમાં તેના દૂધના વ્યાપક નેટવર્કનો ઉપયોગ કરીને વડાપ્રધાનનુ સ્વીટ રિવોલ્યુશનના અનુરોધને આગળ ધપાવવાનુ કામ કર્યુ છે.


આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આજે સૌભાગ્યનો દિવસ છે.