બેંકે પોલિસને એક્સપર્ટ્સની મલ્ટી-ડિસિપ્લિનરી ટીમ બનાવીને મામલાની તપાસ કરવાની અરજી કરી છે. અફવા ક્યાંથી ફેલાઇ તેની તપાસ પોલીસ કરે તેમ અમે ઈચ્છીએ છીએ. 1 ઓક્ટોબરે યસ બેંકના શેરનો ભાવ 32 રૂપિયા થઈ ગયો હતો, જે 11 સપ્ટેમ્બરના રોજ 72 રૂપિયા હતો.
યસ બેંકે બુધવારે નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, બેંકે થોડા દિવસો પહેલા તેની ડિપોઝિટ, લિક્વિડિટીને લઈ ઉડેલી અફવા અંગે ખબર પડી છે. આ અંગે તમે પણ જાણી લો કે 20 સપ્ટેમ્બર 2019ના રોજ બેંકનો લિક્વિડિટી કવરેજ રેશિયો 125 ટકાથી વધારે હતો. 30 સપ્ટેમ્બર 2019ના રોજ બેંકની ગ્રોસ એડવાન્સ 2.32 લાખ કરોડ રૂપિયા હતી અને તેમાં મોટો હિસ્સો રિટેલ લોનનો હતો. મેસેજ દ્વારા ફેલાવવામાં આવી રહેલી અફવા બેંકથી છબિ ખરાબ કરવાની કોશિશ છે.
અશોક ગેહલોતના ‘ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે’ નિવેદન પર રૂપાણી-વાઘાણીએ શું કહ્યું, જાણો વિગતે
મોદી સરકારનો નવો આદેશ, વિદેશ પ્રવાસમાં પણ સાથે રહેશે SPG કમાન્ડો ? જાણો કેમ
ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ભલે હરાવ્યું પણ છે એક નબળાઈ, જે પડી શકે છે ભારે, જાણો વિગતે