એર ઈન્ડિયાની ઉડાનની અંતિમ ત્રણ કલાકમાં ટિકિટ બુક કરાવનારને મળશે 40 ટકા છૂટ
abpasmita.in | 10 May 2019 06:31 PM (IST)
સામાન્યપણે છેલ્લી ઘડીએ ફ્લાઇટની ટિકિટ ખૂબ જ મોંઘી મળતી હતી પરંતુ એર ઈન્ડિયાએ આજે પોતાની રિવ્યૂ મીટિંગમાં ટિકિટની કિંમતમા ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હી: એર ઈન્ડિયામાં મુસાફરી કરનારા યાત્રીઓ માટે ખુશીના સમાચાર છે. ખાસ કરીને ફ્લાઈટની ટિકિટ છેલ્લી ઘડીએ મોંઘી મળતી હોય છે પરંતુ એર ઈન્ડિયાએ લાસ્ટ મિનિટ ટ્રાવેલ્સને મોટી રાહત આપી છે. એર ઈન્ડિયાની ટિકિટ પર હવે અંતિમ ત્રણ કલાકમાં કરવામાં આવેલી બુકિંગ પર ચાળીસ ટકા સુધી છૂટ આપવામાં આવશે. સામાન્યપણે છેલ્લી ઘડીએ ફ્લાઇટની ટિકિટ ખૂબ જ મોંઘી મળતી હતી પરંતુ એર ઈન્ડિયાએ આજે પોતાની રિવ્યૂ મીટિંગમાં ટિકિટની કિંમતમા ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. જો કે આ નિયમ માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર લાગુ થશે. ખાસ કરીને ફ્લાઇટની છેલ્લી મિનિટમાં મુસાફરો કોઈ ઇમરજન્સીના કારણે ટિકિટ બુક કરવાતા હોય છે પરંતુ તેના માટે વધુ કિંમત આપવી પડતી હતી. જેમાં રાહત આપવા માટે આજે એર ઈન્ડિયા લાસ્ટ મિનિટ યાત્રીઓ માટે નવા નિર્ણય લીધો છે. ફ્લાઈટના ઉડાન ભર્યાના ત્રણ કલાક પહેલા ટિકિટ બુક કરાવનારને 40 ટકા છૂટ આપવામાં આવશે જો ફ્લાઇટમાં સીટ ઉપલબ્ધ હોય તો. મારુતિની 7 સીટર વેગન-R આવતાં મહિને ભારતમાં થશે લોન્ચ, જાણો વિગતMaruti Suzukiએ લોન્ચ કરી નવી Ertiga 2019, જાણો કિંમત અને માઈલેજ