મુંબઈઃ છેલ્લા પાંચ દિવસમાં શેરબજારમાં રોકાણકારોના સાડા ચાર લાખ કરોડથી વધારે રૂપિયા ડૂબી ગયા છે. જોકે આ પાછળનું સૌથી મોટું કારણે અમેરિકા તથા ચીન વચ્ચે ટ્રેડ વોર શરૂ થવાની આશંકા છે પરંતુ આ ઘટાડામાં એક મોટું કારણ હાલ દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી પણ છે. શેરબજાર હાલ એપ્રિલના સ્તર પર જ કારોબાર કરી રહ્યું છે. ચૂંટણી શરૂ થઈ તે પહેલા માર્કેટ 39,000 પોઇન્ટને પાર કરી ગયું હતું પરંતુ હાલ 38000 પોઇન્ટ પર કારોબાર થઈ રહ્યો છે. મોટાભાગના રોકાણકારો તેમના રૂપિયા પરત ખેંચી રહ્યા છે. આ સંકેત રાજકીય રીતે ઘણું કહી જાય છે.


લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા પૂરા થઈ ગયા છે. હવે માત્ર બે તબક્કાનું મતદાન બાકી છે. જેમાં 118 સીટો પર 12 અને 19 મેના રોજ વોટિંગ થશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ચૂંટણીના પાંચ તબક્કા પૂરા થઈ ગયા બાદ રોકાણકારોમાં ખળભળાટ મચી ગયો છે. રોકાણકારો મોટી માત્રામાં વેચવાલી કરી રહ્યા છે, આ કારણે કંપનીઓની મોર્કેટ કેપ સતત ઘટી રહી છે. હાલ રોકાણકારો નવા રૂપિયા લગાવવા તૈયાર નથી. આ માટે ચૂંટણી દરમિયાન ઊભી થયેલી આશંકા છે, જેને અવગણી શકાય નહીં.

26 એપ્રિલ બાદ બીએસઇમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે કંપનીઓની માર્કેટ કેપમાં 5 કારોબારી દિવસમાં 3,93,524.81 કરોડનો ઘટાડો થયો છે. આ પહેલા બીએસઇમાં સામેલ કંપનીઓની કુલ માર્કેટ કેપ 1,53,08,828.49 કરોડ રૂપિયાથી ઘટીને 1,49,15,303.68 કરોડ રૂપિયા થઇ ગયું છે.

પ્રિયંકાની લુકની તુલના વિરપ્પનની મૂછ સાથે થઈ, આ રીતે ઉડી રહી છે મજાક

વેસ્ટ ઈન્ડિઝના આ દિગ્ગજ ક્રિકેટરનું થયું અવસાન, અનેક ખેલાડીઓને શીખવાડ્યા હતા ક્રિકેટના પાઠ, જાણો વિગત

Meta Gala 2019: ઈશા અંબાણીનો જોવા મળ્યો Royal અંદાજ, જુઓ તસવીરો