નવી દિલ્હી: એર ઈન્ડિયાના સોફ્ટવેર શનિવારે સવારે ડાઉન થયું હતું તેની અસર હજુ પણ યથાવત છે. જેના કારણે 137 ફ્લાઇટ્સ પ્રભાવિત છે. એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું કે રવિવાર 137 ફ્લાઈટ્સ આશરે 3.30 કલાકે જેટલી મોડી ચાલી રહી છે. શનિવારે સર્વર ઠપ થતાં દુનિયાભરના યાત્રીઓ પરેશાન થયા હતા. ત્યારે ફ્લાઈટ મોડી થતાં યાત્રીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રવક્તાએ જણાવ્યું કે સોફ્ટવેરમાં પાંચ કલાક સુધી ખરાબ રહેતા શનિવારે 148 ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. જેની અસર રવિવારે પણ જોવા મળી રહી છે.


ઉલ્લેખનીય છે કે શનિવારે એર ઈન્ડિયાનું સર્વર સવારે 3.30 વાગ્યાથી ડાઉન હતું. જેનાથી દુનિયાભરના યાત્રીઓને પેરશાનીનો સામનો કરવો પડ્યો હતો. જો કે પાંચ કલાક બાદ સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે. ફ્લાઈડ મોડી થવાથી યાત્રીઓને થયેલી પરેશાની માટે એરલાઈને માફી માંગી હતી.
એર ઈન્ડિયા સમૂહ દરરોજ લગભગ 674 ફ્લાઈટનું સંચાલન કરે છે. આ સમૂહમાં તેમની સહાયક કંપનીઓ એલાયન્સ એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસ પણ સામેલ છે.