નવી દિલ્લીઃ દેશની સૌથી મોટી ટેલીકૉમ કંપની એરટેલે ગુજરાતના સર્કલ માટે 4G સેવાની શરૂઆત ખાસ ઑફર સાથે કરી છે. આ ઑફર ગુજરાતમાં 1 GB ડેટા પેક લેવા પર 9GB લધારાનો ડેટા મળશે. ગુજરાતમાં 1GB ડેટા પેકની કિંમત 249 રૂપિયા રાખવામાં આવી છે. 1GB ડેટા પેક લીધા બાદ ગ્રાહકે 4G Offer લખીને 52141 પર મેસેજ કરવો પડશે. આમ તમે 10 GB ડેટાની માજા લઇ શક્શો.
રિલાયંસના Jio ના આવ્યા બાદ ટેલિકૉમ કંપનીઓમાં પોતાના ગ્રાહકોને જાળવી રાખવા માટે 4G ડેટાને લઇને હરિફાઇમાં ઉતરી છે. ત્યારે દરેક કંપની ગ્રાહકોને સસ્તા દરે 4G ઑફર આપી રહી છે.