DGCA on Akasa Air: શેરબજારના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલા દ્વારા સમર્થિત અકાસા એર હવે ટેક ઓફ કરવા માટે તૈયાર છે. ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર DGCA એ અકાસા એરને ઉડાન માટે એર ઓપરેટર પ્રમાણપત્ર આપ્યું છે, જેના પછી એરલાઇન જુલાઈના અંત સુધીમાં તેની કોમર્શિયલ ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરી શકશે.


ટેસ્ટિંગ ફ્લાઈટે ઘણી વખત ઉડાન ભરીઃ
Akasa Airએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. કોમર્શિયલ કામગીરી શરૂ કરતા પહેલા, Akasa Air એ એરલાઇન્સ ક્ષેત્રના નિયમનકાર DGCA પાસેથી એર ઓપરેટર પરમિટ માટે અરજી કરી હતી. એર ઓપરેટર પ્રમાણપત્ર મેળવવા માટે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએને સંતુષ્ટ કરવા અકાસા એરની પ્રોવિંગ ફ્લાઈટે ઘણી વખત ઉડાન ભરી હતી. આ પ્રોવિંગ ફ્લાઈટમાં ડીજીસીએના અધિકારીઓ સાથે એરલાઈન્સના અધિકારીઓએ પેસેન્જર તરીકે મુસાફરી કરી હતી. આ સાથે ક્રેબિન ક્રૂ મેમ્બર્સ પણ હતા.


21 જૂન, 2022ના રોજ, અકાસા એરનું પ્રથમ એરક્રાફ્ટ બોઇંગ 737 મેક્સ (Boeing 737 Max) દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું હતું. આ વિમાનને 16 જૂને અમેરિકાના સિએટલમાં અકાસા એરને સોંપવામાં આવ્યું હતું. અકાસા એર દ્વારા ગયા નવેમ્બરમાં બોઇંગને  72 બોઇંગ 737 MAX પ્લેન માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમાંથી આ પ્રથમ પ્લેનની ડિલિવરી કરવામાં આવી હતી.






આ પણ વાંચોઃ


UK Politics: શું ભારતીય મૂળના ઋષિ સુનક બનશે બ્રિટનના પ્રધાનમંત્રી? જાણો કોણ-કોણ છે રેસમાં...


Watch : PM મોદી બાળકને સંસ્કૃતમાં બોલતો સાંભળી બોલી ઉઠ્યા, વાહ!, બાળકે ઢોલ વગાડીને કરી દીધા ખુશ