નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે દેશમાં લોકડાઉન હવે 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. દેશના રાજ્યોને રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. ભારત સરકારની ગાઇડલાઈન અનુસાર, દેશમાં માત્ર જરૂરી સામાનની દુકાનો જ ખુલી રહેશે. હવે ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આજથી બિન જરૂરી સામાનનું વેચાણ ઈ-કોમર્સ સાીટ પર શરૂ થશે.


ગ્રીન અને ઓરોન્જ ઝોનમાં સ્માર્ટફોન, ફ્રિઝ અને સ્માર્ટ ટીવીનું વેચાણ શરૂ થશે. ઉપરાંત આ બન્ને જોનમાં રિટેલ સ્ટોર્સ પણ ખોલવામાં આવશે. સરકારની નવી ગાઈડલાઈન અનુસાર, ઈ-કોમર્સ વેબસાઈટ પર આજથી બિન જરૂરી સામાનની ડિલીવરી શરૂ થશે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં સવારે 7 કલાકથી લઈને સાંજે 7 કલાક સુધી વેચાણ થશે.

ભારત સરકાર અનુસાર ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં કેટલાક રિટેલ સ્ટોર્સ ખુલશે, જેમાં સ્માર્ટપોનના સ્ટોર પણ સામેલ છે. એટલે કે અહીં પર સ્માર્ટપોન ખરીદી શકાશે. દેશમાં જ્યાં રેડ ઝોન છે ત્યાં બિન જરૂરી સામાનની ડિલીવરી કરવામાં નહીં આવે. આવા ઝોનમાં માત્ર જરૂરી સામાનની જ ડિલીવરી કરવામાં આવશે.

સરકાર અનુસાર, રેડ ઝોનમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદ્રાબાદ, પુણે, બેંગલુરુ અને અમદાવાદ જેવા શહેર આવે છે, કારણ કે અહીં કોરોના વાયરસના કેસ સૌથી વધારે કેસ છે અને દિવસેને દિવસે કેસ વધી જ રહ્યા છે. આ શહેરના રેડ ઝોન વિસ્તરામાં બિન જરૂરી સામાનની ઓનલાઈન ડિલીવરી કરી નહીં શકાય. સાથે જ ઇ કોમર્સ કંપનીઓનું 60 ટકા સુધીનાં વેચાણનો અંદાજ લગાવ્યો છે. એક્સપર્ટ અનુસાર સરકારના આ નિર્ણયથી ભારતની અર્થવ્યવસ્થા ફરી પાટા પર લાવી શકાય છે.