નવી દિલ્હીઃ તાજેતરમાં જ અમેઝોન પર સેલ પૂરો થયો છે પરંતુ જો આ દરમિયાન તમે તેનો લાભ ન ઉઠાવી શક્યા હો તો તમારા માટે ખુશખબર છે. કંપની ફરીથી નવો સેલ લઈને આવી છે. સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને કંપનીએ Amazon Great Freedom Festive Sale ની જાહેરાત કરી છે. કંપનીએ તેની જાણકારી સાઇટ પર એક બેનરના માધ્યમથી આપી છે. આ સેલ અંતર્ગત સ્માર્ટફોન પર 40 ટકાની છૂટ મળી શકે છે.


ક્યારે શરૂ થશે સેલ


Amazon Great Freedom Festive Saleની શરૂઆત 5 ઓગસ્ટથી થશે અને 9 ઓગસ્ટ સુધી રહેશે. આ દરમિયાન તમે પસંદગીનો સ્માર્ટફોન ખૂબ જ સસ્તી કિંમતે ખરીદી શકો છો. ઉપરાંત આકર્ષક ઓફર્સનો લાભ પણ લઈ શકો છો. કંપનીએ ખુલાસો કર્યો છે કે આ સેલ દરમિયાન યુઝર્સે એસબીઆઈ બેંકના કાર્ડનો ઉપયોગ કરવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત કેશબેક રિવોર્ડ અને અમેઝોન કોમ્બો પર પમ 30 ટકા સુધી ઓફ મળશે.


કેટલા ટકા સુધી મળશે ડિસ્કાઉન્ટ


જો તમે સ્માર્ટફોન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો Amazon Great Freedom Festive Sale અંતર્ગત શાનદરા મોકો છે. આ સેલમાં સ્માર્ટફોન પર 40 ટકા સુધી છૂટ આપવામાં આવશે. ખાસ વાત છે કે સેલ દરમિયાન તમામબ્રાંડના સ્માર્ટફોન પર છૂટ મળશે.


દેશમાં કોરોનાની સ્થિતિ


દેશમાં છ દિવસ બાદ કોરોનાના કેસ ઘટ્યા છે. આ પહેલા છેલ્લા છ દિવસમાં બે લાખ 40 હજારથી વધારે કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 30549 નવા કેસ નોંધાયા હતા અને 38,887 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 422 લોકોના મોત થયા હતા. એક્ટિવ કેસમાં 8760નો ઘટાડો થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 47 કરોડ 85 લાખ 44 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે 61 લાખ 9 હજાર 587 લોકોનું રસીકરણ કરાયું હતું.  દેશમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ વેક્સિન સત્રમાં 2.27 લાખથી વધારે મહિલાઓને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે.