ભારતીય રેલ્વે (Indian Railways) પ્રવાસીઓને માટે એક નવી ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) 29 ઓગસ્ટથી ‘ભારત દર્શન સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન’ (Bharat Darshan Special Tourist Train) નું સંચાલન કરશે. આ હૈદ્રાબાદ-અમદાવાદ-નિષ્કલંક મહાદેવ શિવ મંદિર-અમૃતસર-જયપુર અને સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જેવી જગ્યાને કવર કરશે. ટૂર પેકેજની કુલ કિંમત 11340 રૂપિયાથી શરૂ થશે. ટૂર 29 ઓગ્સટથી શરૂ થઈને 10 સપ્ટેમ્બરે ખત્મ થશે.
આઈઆરસીટીસી ટૂરિઝમ (IRCTC Tourism) અનુસાર, આ દેશના તમામ મહત્ત્વપૂર્ણ પર્ટયન સ્થળોને કવર કરશે અને આ સૌથી વાજબી ટૂર પેકેજમાંથી એક છે. ભારત દર્શન સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેનનું બુકિંગ આઈઆરસીટીસીની વેબસાઈટ https://www.irctc.co.in/ પર ઓનલાઈન ઉપલબ્ધ છે. બુકિંગ આઈઆરસીટીસી પર્યટન સુવિધા કેન્દ્ર (IRCTC Tourist Facilitation Centre), ઝોનલ ઓફિસ (Zonal Offices) અને રીજનલ ઓફિસ (Regional Offices)માં જઈને પણ કરાવી શકાય છે.
આ સ્ટેશનોથી બોર્ડિંગની સુવિધા
ભારત દર્શન સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન માટે બોર્ડિંગ પોઈન્ટ બનાવાવમાં આવ્યા છે. જ્યાંથી પ્રવાસી આ ટ્રેનમાં સફરની શરૂઆત કરી શકે છે. આ સ્ટેશન છે – મદુરૈ, ડિંડીગુલ, કરૂર, ઈરોડ, સેલમ, જોલારપેટ્ટઈ, કાટપાડી, એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ, નેલ્લોર, વિજયવાડા, જ્યારે ડી બોર્ડિંગ પોઈન્ટ – વિજયવાડા, નેલ્લોર, પેરમ્બૂર, કાટપાડી, જોલારપેટ્ટઈ, સેલમ, ઈરોડ, કરૂર, ડિંડીગુલ, મદુરૈ છે.
પેકેજમાં શું સામેલ હશે?
પેકેજ અંતર્ગત સ્લિપર ક્લાસમાં ટ્રેસ પ્રવાસની સુવિધા હશે. નાઈટ હોલ્ટ ધર્મશાળામાં ફ્રેશ અપ/મલ્ટી શેરિંગ આધારે સુવિધા હશે. સવારે ચા અને કોફી, નાસ્તો, લંચ ને ડિનર ઉપરાંત રોજ લિટર પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ટ્રેનમાં ટૂર એસ્કોર્ટ અને ટ્રેન સિક્યોરિટીની સુવિધા હશે. તેની સાથે જ પ્રવાસીઓનો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પણ હશે.
નોંધઃ પ્રવાસીઓને સલાહ છે કે તે રસીકરણ સર્ટિફિકેટ અથવા આરટી-પીસીઆર (RT-PCR) નેગેટિવ રિપોર્ટ (પ્રવાસની તારીખથી 48 કલાક પહેલાનો) સાથે રાખે.