Amazon Prime Day Sale: પ્રાઇમ ડે સેલ 23 જુલાઇથી એમેઝોન પર શરૂ થવાનો છે. આ સેલ માત્ર બે દિવસ સુધી જ ચાલશે. સેલ પ્રોગ્રામ પહેલા ઇ-કોમર્સ સાઇટે સ્માર્ટફોનની કેટલીક ડીલ્સ અને અન્ય વિગતો જાહેર કરી છે.


કયા બેંકના કાર્ડ પર છે ડિસ્કાઉન્ટ


સેલ દરમિયાન આઈસીઆઈસીઆઈ બેંકના કાર્ડ અને એસબીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. પ્રાઇમ મેમ્બર્સને પ્રોડક્ટ પર 20,000 રૂપિયા સુધીની છૂટ અને 6 મહિના સુધી ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ સુવિધા મળશે.  


સ્માર્ટફોનની ટોપ ડીલ્સ


Amazon OnePlus 9 સીરીઝ 5જી પર 15,000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. તે વધારાની ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ ઓફર સાથે 37,999 રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે ખરીદવા માટે ઉપલબ્ધ થશે. હાલમાં આ ફોન એમેઝોન પર એક જ કિંમતે ઉપલબ્ધ છે, પરંતુ તે મર્યાદિત સમયગાળાની ઓફર છે.


OnePlus 10 Pro 5G આ વર્ષની શરૂઆતમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતી.  તે કૂપન્સ પર 4,000 રૂપિયા અને એક્સચેંજ પર 7,000 રૂપિયા સુધીના વધારાના લાભો સાથે ઉપલબ્ધ થશે.


iPhone ચાહકો પણ ડિસ્કાઉન્ટેડ કિંમતે પોતાનું મનપસંદ ડિવાઇસ ખરીદી શકશે. એમેઝોન પર આઇફોન 13, આઇફોન 13 પ્રો અને આઇફોન 13 પ્રો મેક્સ પર 20,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Redmi Note 10 Series યૂઝર્સ માટે 10,999 રૂપિયાની શરૂઆતી કિંમત સાથે ઉપલબ્ધ થશે. કંપનીનું કહેવું છે કે રેડમી નોટ 10ટી 5જી, રેડમી નોટ 10 પ્રો, રેડમી નોટ 10 પ્રો મેક્સ અને રેડમી નોટ 10એસ જેવા અન્ય ફોન પણ સસ્તી કિંમતે ઉપલબ્ધ થશે.


Xiaomi 12 Pro પર પણ ડિસ્કાઉન્ટ મળશે અને તેને 56,999 રૂપિયામાં ખરીદી શકાય છે. તેના પર 6,000 રૂપિયાની ડિસ્કાઉન્ટ ઓફર પણ મળશે. સેમસંગ ગેલેક્સી એમ52 5જી પર 15,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. એમેઝોન સેમસંગ ગેલેક્સી એમ 53 5જી અને સેમસંગ ગેલેક્સી એમ33 5જી પર 8,000 રૂપિયા સુધીની છૂટ આપશે. iQOO Neo 6 5G ને તેની મૂળ કિંમત 29,999 રૂપિયા પર લિસ્ટ કરવામાં આવશે, જેમાં 3,000 રૂપિયાના ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે.


Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.