Amazon Update: દિગ્ગજ ટેક અને ઈ-કોમર્સ કંપની Amazon એ IITs (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી) અને NITs (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી) જેવી સંસ્થાઓમાં કેમ્પસ હાયરિંગ દરમિયાન હાયર કરેલા ફ્રેશર્સને ઓફર લેટર્સ આપવાની યોજના આગામી કેટલાક મહિનાઓ સુધી ટાળી દીધી છે. નોંધનીય છે કે અમેઝોને તાજેતરમાં જ હજારો કર્મચારીઓની છટણી કરી હતી.


બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, IIT બોમ્બેના એક સ્નાતક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તેને અમેઝોને સોફ્ટવેર એન્જિનિયર તરીકે પસંદ કર્યો હતો પરંતુ આ ઓફરને જાન્યુઆરી 2024 સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીએ કહ્યું કે અમેઝોનમાં SDE-1 સ્તરે વાર્ષિક 30 લાખના પગારની ઓફર સાથે તેની ભરતી કરવામાં આવી હતી. હું જૂનમાં જ જોઇન થવાનો હતો. પરંતુ HR તરફથી ઈમેલ આવ્યો કે ઓફર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. મારું જોઇનિંગ હવે જાન્યુઆરી 2024 માં છે.


તેમણે જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓએ કંપની સાથે ઈન્ટર્નશિપ કરી હતી તેમનો અનુભવ પણ આવો જ રહ્યો છે. NIT ના પ્લેસમેન્ટ સેલે પણ પુષ્ટી કરી છે કે કેટલાક વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ઑફર લેટર્સ થોડા સમય માટે ટાળી દેવામાં આવ્યા છે અને કેટલાકના રદ્દ કરી દેવામાં આવ્યા છે.


ફાઇનાન્સિયલ ટાઇમ્સે ડિસેમ્બર 2022માં પણ અહેવાલ આપ્યો હતો કે યુએસમાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલ ઓફર લેટર એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યા છે. કંપનીએ આ માટે મેક્રો ઇકોનોમિક સ્થિતિને જવાબદાર ગણાવી હતી. કંપનીએ વિદ્યાર્થીઓને કહ્યું કે આ વ્યક્તિગત નહીં પરંતુ વ્યવસાયિક નિર્ણય છે.


નોંધનીય છે કે અમેઝોને છેલ્લા કેટલાક મહિનામાં 27,000 કર્મચારીઓની છટણી કરી છે. અમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ કહ્યું કે 27,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય ઘણો મુશ્કેલ હતો, પરંતુ તે જરૂરી હતું. તેમણે કહ્યું કે આવનારા સમયમાં કંપનીને આ નિર્ણયથી ફાયદો થશે. તેમણે આ વાત તેના શેરધારકોને લખેલા પત્રમાં કહી છે.


Salary : બેંગલુરૂમાં નોકરી કરનારાઓને બલ્લે બલ્લે : રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો


Highest Salary In India : ભારતમાં સૌથી વધુ પગાર આપવાના મામલે બેંગ્લોર સતત ત્રીજા વર્ષે ટોચ પર છે. વાર્ષિક ધોરણે બહાર પાડવામાં આવતો આ રિપોર્ટ દેશના આઠ મોટા શહેરોમાં 15 ઉદ્યોગો અને એક લાખથી વધુ નોકરીઓના વિશ્લેષણના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. પગારના મામલામાં આઈટી સેક્ટર આગળ છે. વિવિધ ઉદ્યોગોમાં 3.20% અને 10.19% ની વચ્ચે પગાર વૃદ્ધિની શ્રેણી જાહેર કરવામાં આવી છે, જે પાછલા વર્ષની સરખામણીમાં થોડી ધીમી છે. જો કે, આ વર્ષે એકંદર પગાર વૃદ્ધિમાં ઘટાડો થયો હોવા છતાં, વિવિધ ઉદ્યોગોમાં 41% થી વધુ જોબ પ્રોફાઇલ્સમાં કાયમી અને અસ્થાયી ભૂમિકાઓ વચ્ચે માત્ર 5% પગાર તફાવત છે. તદુપરાંત, સંસ્થાઓ વૃદ્ધિ અને ડિજિટલ પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે, વેચાણ અને IT ભૂમિકાઓની માંગ ઘણી ઊંચી રહી છે.


ટીમલીઝ સર્વિસે, સ્ટાફિંગ સમૂહ, નાણાકીય વર્ષ 2022-2023 માટે તેનો મુખ્ય 'નોકરી અને પગાર પ્રાઈમર રિપોર્ટ' બહાર પાડ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે સર્વેક્ષણમાં સમાવિષ્ટ મોટાભાગના ઉદ્યોગોએ "હોટ જોબ્સ" ની રચનાનો સંકેત આપ્યો છે જે આકર્ષક પગાર ઓફર કરે છે અને લગભગ અડધા ઉદ્યોગો અદ્યતન સ્થિતિ વિકસાવી રહ્યા છે જે ભવિષ્ય માટે યોગ્ય છે. બેંગ્લોર, મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી અને હૈદરાબાદ સૌથી વધુ ચૂકવણી કરનારા શહેરો છે, એમ અહેવાલમાં જણાવાયું છે