ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાં સામેલ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને મોટો આંચકો લાગ્યો છે. વર્ષ 2024 આ બંને ઉદ્યોગપતિઓ માટે આર્થિક પડકારોથી ભરેલું હતું. બ્લૂમબર્ગના તાજેતરના અહેવાલ મુજબ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી હવે $100 બિલિયનની ક્લબમાંથી બહાર થઈ ગયા છે. તાજેતરના મહિનાઓમાં બંનેની સંપત્તિમાં થયેલા મોટા ઘટાડાએ તેમને ક્લબમાંથી બહાર ફેંકી દીધા છે એટલું જ નહીં, તેમના બિઝનેસ સામ્રાજ્ય માટે નવા પડકારો પણ ઊભા કર્યા છે.

Continues below advertisement


મુકેશ અંબાણીની સંપત્તિમાં કેમ ઘટાડો થયો?


જુલાઈ 2024માં મુકેશ અંબાણીની સંપત્તિ $120.8 બિલિયન હતી, જે હવે ડિસેમ્બર 2024માં ઘટીને લગભગ $96.7 બિલિયન થઈ ગઈ છે. આ ઘટાડો મુખ્યત્વે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ અને એનર્જી ડિવિઝનના નબળા પ્રદર્શન અને વધતું દેવું કારણ છે.


તમને જણાવી દઈએ કે, કંપનીના બિઝનેસ વિસ્તરણને લઈને અંબાણીના રોકાણકારોમાં ચિંતા વધી ગઈ છે. તેમની સંપત્તિનું આ સ્તર જુલાઈમાં તેમના પુત્ર અનંત અંબાણીના લગ્નના સમય કરતા લગભગ $24 બિલિયન ઓછું છે.


ગૌતમ અદાણીની હાલત વધુ ગંભીર બની છે


ગૌતમ અદાણીની સંપત્તિમાં ઘટાડા પાછળ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (ડીઓજે)ની તપાસ અને હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટનો મોટો ફાળો છે. હિંડનબર્ગ રિપોર્ટમાં છેતરપિંડીના આરોપોએ અદાણી જૂથની છબીને ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું. જૂન 2024માં અદાણીની સંપત્તિ $122.3 બિલિયન હતી, જે હવે ઘટીને નવેમ્બર 2024માં માત્ર $82.1 બિલિયન થઈ ગઈ છે. આ ઘટાડાએ અદાણીને બ્લૂમબર્ગની "સેંટીબિલિયોનેર ક્લબ"માંથી બહાર કાઢ્યા છે.


ભારતના ટેલિકોમ ઉદ્યોગ પર દબાણ


બ્લૂમબર્ગના રિપોર્ટમાં ભારતીય ટેલિકોમ કંપનીઓ માટે સંભવિત ખતરાની વાત પણ કરવામાં આવી છે. અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને એલોન મસ્કની કંપની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી ટેલિકોમ સેક્ટરમાં નવા પડકારો ઊભી કરી શકે છે.


વિશ્વના સૌથી ધનિક પરિવારો


વોલમાર્ટનો વોલ્ટન પરિવાર $432.4 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક પરિવારોની યાદીમાં ટોચ પર છે. આ યાદીમાં મુકેશ અંબાણી આઠમા સ્થાને છે, જ્યારે અદાણીને આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે.


નક્કર પગલાં લેવા પડશે


મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિમાં થયેલો ઘટાડો ભારતીય ઉદ્યોગ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. રોકાણકારો અને ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે બંને ઉદ્યોગપતિઓએ તેમના બિઝનેસ સામ્રાજ્યને સ્થિર કરવા માટે વ્યૂહાત્મક પગલાં લેવા પડશે.


આ પણ વાંચો....


કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના