સોમવારે કારોબારના પ્રથમ દિવસે જ સ્ટોક માર્કેટમાં કોરોનાની અસર જોવા મળી છે. આજે સેન્સેક્સ 891.22 પોઈન્ટ અને નિફ્ટી 311.25 પોઈન્ટના કડાકા સાથે ખુલ્યા હતા. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 1400 પોઈન્ટ કરતાં પણ વધારે નીચો ગયો હતો. બેન્કિંગ સેક્ટરમાં 4 ટકાથી વધારેનો કડાકો જોવા મળ્યો છે.
આ પહેલા શુક્રવારે બજાર સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યા હતાં. સેન્સેક્સ 28.35 પોઈન્ટ વધીને 48832.03 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 36.40 પોઈન્ટ ઉછળીને 14617.85 પર બંધ રહ્યો હતો.
આ બેંક સ્ટોકમાં 5% થી પણ વધારેનો કડાકો
બેંક |
LTD |
તફાવત (%) |
એક્સિસ બેંક |
634.60 |
5.19% |
DCB બેંક |
86.25 |
5.84% |
RBL બેંક |
176.35 |
6.07% |
IDFC ફર્સ્ટ બેંક |
50.25 |
6.25% |
AU સ્મોલ ફાઈનાન્સ બેંક |
1007.30 |
6.51% |
દેશમાં કોરોના મહામારીએ (Coroanvirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત પાંચમા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 19 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
એશિયન બજારોમાં ઉછાળો
હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 301 પોઈન્ટ ઉછળીને 29310 પર કારોબાર કરી રહ્યો છે.
ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ પણ 42 પોઈન્ટના ઉછાળા સાથે 3468 પર આવી ગયો છે.
કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 13 પોઈન્ટના સામાન્ય ઉછાળા સાથે 3212 પર ટ્રેડ કરી રહ્યો છે.
અમેરિકન બજાર ઉછાળા સાથે બંધ
શુક્રવારે અમેરિકન બજાર ઉછાળા સાથે બંધ રહ્યા હતા. ડાઉ જોન્સ 0.48 ટકાના ઉછાળા સાથે 1648.68 ઉછળીને 34200.70 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક 0.1 ટકાના ઉછાળા સાથે 13.58 પોઈન્ટ ઉપર 14052.30 પર બંધ રહ્યો હતો. S&P 500 ઇન્ડેક્સ પણ 15.05 પોઈન્ટ ઉપર 4185.47 પર બંધ રહ્યો હતો. તેવી જ રીતે ફ્રાન્સ અને જર્મનીના બજાર પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.