Anand Rathi IPO: આનંદ રાઠીનો ઈશ્યુ આજે એટલે કે 2જી ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે અને 4મી ડિસેમ્બરે બંધ થશે. ભારતની અગ્રણી નોન-બેંકિંગ વેલ્થ સોલ્યુશન્સ કંપનીએ રૂ. 600 કરોડનો IPO જારી કર્યો છે. કંપનીની ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ રૂ. 530-550 છે. અપર પ્રાઇસ બેન્ડ મુજબ, આનંદ રાઠી વેલ્થ આ IPO થી લગભગ 660 કરોડ એકત્ર કરી રહી છે. આ IPO સંપૂર્ણ રીતે વેચાણ માટે ઓફર (OFS) છે. આ ઓફર-ફોર-સેલ (OFS) હેઠળ કંપનીના હાલના શેરધારકો તેમના 12 મિલિયન ઇક્વિટી શેરનું વેચાણ કરશે.
ઓફર ફોર સેલમાં આનંદ રાઠી ફાઇનાન્શિયલ સર્વિસિસ આનંદ રાઠી, પ્રદીપ ગુપ્તા, અમિત રાઠી, પ્રીતિ ગુપ્તા, સુપ્રિયા રાઠી, રાવલ ફેમિલી ટ્રસ્ટ અને ફિરોઝ અઝીઝના 92.85 લાખ ઇક્વિટી શેર અને 3.75 લાખ શેર વેચશે. આ સિવાય જુગલ મંત્રી 90,000 શેર વેચશે. આ ઈસ્યુમાં કંપનીના કર્મચારીઓ માટે 2.5 લાખ શેર અનામત રાખવામાં આવ્યા છે.
આ IPO હેઠળ કંપનીના કર્મચારીઓ માટે 2.5 લાખ ઇક્વિટી શેર રિઝર્વમાં રાખવામાં આવ્યા છે, જેમને અંતિમ ઇશ્યૂ કિંમત પર 25 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર આ શેર્સ મળશે. લગભગ 50% IPO ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs), 15% બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને બાકીનો 35% છૂટક રોકાણકારો માટે ફાળવવામાં આવ્યો છે.
આનંદ રાઠી વેલ્થ IPO માટે રોકાણકારો લોટમાં બિડ કરી શકે છે. કંપની પાસે એક લોટમાં લગભગ 27 શેર હશે. રિટેલ રોકાણકારો વધુમાં વધુ 13 લોટની બોલી લગાવી શકાય છે. IPOના અપર પ્રાઈસ બેન્ડ અનુસાર રોકાણકારે લોટ બિડ કરવા માટે લઘુતમ 14,850 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે મહત્તમ 13 લોટ સાઈઝ માટે બિડ કરનારા રોકાણકારોએ 1,93,050 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
રોકાણકારોએ શું કરવું જોઈએ?
નિષ્ણાંતોનું કહેવું છે કે, ભારતના બેન્કિંગ અને ફાઈનાન્શિયલ સર્વિસિસ (BFSI) સેક્ટરમાં વૃદ્ધિની ઘણી સંભાવનાઓ છે. મૂડી બજાર સાથે જોડાયેલા વ્યવસાયોમાં છૂટક ગ્રાહકોની ભાગીદારીમાં વધારો થવાથી નવી તકો ખુલી છે. જો કે, વર્તમાન બજારમાં સેન્ટિમેન્ટ હજુ સુધી BFSIની તરફેણમાં નથી. BFSI સેક્ટરને પણ ભારે ફટકો પડ્યો છે. આનંદ રાઠી વેલ્થનું મૂલ્યાંકન ઘણું ઊંચું છે.
કંપની શું કરે છે?
આનંદ રાઠી વેલ્થ નાણાકીય સેવા ઉદ્યોગમાં બિઝનેસ કરે છે. તેનું ધ્યાન મ્યુચ્યુઅલ ફંડ વિતરણ અને અન્ય નાણાકીય ઉત્પાદનોના વેચાણ પર છે. કંપનીએ તેનો વ્યવસાય 2002 માં AMFI રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર તરીકે શરૂ કર્યો હતો. 31 માર્ચ, 2019 થી 31 ઓગસ્ટ, 2021 સુધીમાં કંપનીના એસેટ મેનેજમેન્ટ (AUM)માં વાર્ષિક ધોરણે 22.74 ટકાનો વધારો જોવા મળ્યો છે અને તે રૂ. 302 અબજ સુધી પહોંચી ગયો છે. ઓગસ્ટ 2021 સુધીમાં કંપનીની ફ્લેગશિપ વેલ્થ વર્ટિકલ પાસે સમગ્ર દેશમાં 6564 ક્લાયન્ટ્સ હતા. તમને જણાવી દઈએ કે અગાઉ સપ્ટેમ્બર 2018માં કંપનીએ SEBI પાસે રૂ. 285 કરોડના IPO માટે પેપર ફાઈલ કર્યા હતા. જો કે, બાદમાં કંપનીએ તેના પગલા પાછા ખેંચી લીધા હતા અને આઈપીઓ બજારમાં આવ્યો ન હતો.