ઉલ્લેખનીય છે કે અગાઉ 19 ફેબ્રુઆરીએ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને અવમાનના દોષી ઠેરવ્યા હતા. સાથે જ તેમને એક મહિનાની અંદર 458 કરોડ રૂપિયા ચૂકવવા માટે કહ્યું હતું. તેમાં ચૂક થવા પર કોર્ટે તેમને ત્રણ મહિના જેલમાં મોકલવાની વાત કહી હતી.
એરિક્સને 2014માં આરકોમનું ટેલિકોમ નેટવર્ક સંભાળવા માટે 7 વર્ષની ડીલ કરી હતી. આ મામલામાં તેમનો આરોપ હતો કે આરકોમે 1,500 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. ગત વર્ષ દેવાળિયા કોર્ટમાં સેટલમેન્ટ પ્રક્રિયા અંતર્ગત એરિક્સન આરકોમ પાસેથી માત્ર 550 કરોડ રૂપિયા લેવા રાજી થઈ ગઈ હતી. સુપ્રીમ કોર્ટે આરકોમને 15 ડિસેમ્બર સુધીમાં ચૂકવણી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે આરકોમે આ રકમનું પેમેન્ટ કર્યું ન હતું. આ કારણે એરિક્સને સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરી હતી.
અગાઉ સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે આ કેસનાં તમામ તથ્યો સાબિત કરે છે કે અનિલ અંબાણી અને અન્યોએ જાણી જોઈને ચુકવણી નહોતી કરી. આ દરમિયાન જૂઠા અન્ડરટેકિંગના કારણે કોર્ટના કામમાં વિઘ્નો ઊભાં થયાં છે. જો રિલાયન્સ બિનશરતી માફી માંગશે તો તેને રદ કરી દેવાશે. ત્યાર પછી સુપ્રીમકોર્ટે અગાઉથી જ રજિસ્ટ્રીમાં જમા રૂ. 118 કરોડ એરિક્સનને ચૂકવી દેવાનો પણ આદેશ કર્યો હતો. ફોર્બ્સ મેગેઝિનના આંકડા પ્રમાણે અનિલ અંબાણીની નેટવર્થ એક સમયે રૂ.બે લાખ કરોડ હતી, જ્યારે હવે માંડ રૂ. 12 હજાર કરોડ રહી છે.
વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ફાઇનલ હોય તો પણ ભારતે મેચ ન રમવી જોઈએઃ ગૌતમ ગંભીર
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ જેઠાલાલે હોળીના અવસર પર ફેન્સને કરી ખાસ અપીલ, જાણો શું કહ્યું