નવી દિલ્હીઃ  સોશિયલ નેટવર્કિંગ સાઇટ વોટ્સએપ તેના યૂઝર્સ માટે સતત નવા-નવા ફીચર ટેસ્ટ કરી રહ્યું છે. હવે વોટ્સએપ એક એવું ફીચર લઈને આવવાનું છે, જેમાં યૂઝર્સ એપની અંદર જ કોઈ પણ લિંકને ઓપન કરી શકશે. આ ફીચરનું નામ ઇન-એપ બ્રાઉઝર છે, જેમાં યૂઝર કોઈ પણ વેબ પેજને વોટ્સએપની અંદર જ ઓપન કરી શકશે અને તેણે એપથી બહાર નહીં જવું પડે. જોકે એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે આ ફીચરનો ઉપયોગ કરતી વખતે તમે કોઈ પણ સ્ક્રીનશોટ કે પછી સ્ક્રીનને રેકોર્ડ નહીં કરી શકો.

In-app browser યૂઝર્સને નુકસાન પહોંચાડનારા વેબ પેજ વિશે પણ એલર્ટ આપશે. આ ઉપરાંત જો આપને એ વાતની ચિંતા છે કે ક્યાંક વોટ્સએપ કે ફેસબુક આપની બ્રાઉજિંગ હિસ્ટ્રીને ચેક કરી શકે છે કે નહીં તો પરેશાન થવાની જરૂર નથી. કોઈ પણ તમારી હિસ્ટ્રી ચેક નહીં કરી શકે.  આ ફીચર ઉપરાંત કંપની રિવર્સ ઇમેજ સર્ચ ફીચર પણ ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચર આપને રિસીવ ઈમેજને ગૂગલ પર અપલોડ કરી એ ચેક કરવાની તક આપશે કે આ પહેલા વેબ પેજ જોવાયું છે કે નહીં. તેનાથી આપ એ જાણી શકશો કે આપને જે ઈમેજ મળી છે તે અસલી છે કે નકલી.

વોટ્સએપમાં Reverse image search ફીચર ભારત જેવા દેશ માટે એક કામનું ફીચર સાબિત થઈ શકે છે. કારણ કે અહીં સતત ફેક ન્યૂઝ શેર કરવામાં આવી રહ્યા છે અને વોટ્સએપનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શુઆ બંને ફીચર હાલ માત્ર વોટ્સએપ એન્ડ્રોઇડ બીટા એપ પર જોવા મળી રહ્યા છે અને હજુ યૂઝર્સ માટે ઉપલબ્ધ નથી. એ વિશે પણ કોઈ જાણકારી નથી આપવામાં આવી કે આ ફીચર ક્યાં સુધી આવવાનું છે.

ઓડિશામાં BSPએ ટ્રાન્સજેન્ડરને આપી ટિકિટ, જાણો વિગત

ટૂંકા કપડાંના કારણે ટ્રોલ થતી આ બોલીવુડની હોટ એક્ટ્રેસે કહ્યું- ટૂંકા કપડાં પહેરીને અમે.........