નવી દિલ્હીઃ કોરોનાના કારણે દુનિયા સામે અભૂતપૂર્વ સંકટ પેદા થઇ ગયુ છે, ત્યારે જાણીતી પેઇન્ટ્સ કંપની એશિયન પેઇન્ટ્સે એક મોટો નિર્ણય લીધો છે. એશિયન પેઇન્ટ્સે પોતાના કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો ફેંસલો કર્યો છે. આવુ કરવા પાછળનુ કારણે તેમના મનોબળનો ઉંચુ રાખવાનુ છે.
આ પહેલા કંપની કેન્દ્ર અને રાજ્યના કૉવિડ-19 ફંડમાં 35 કરોડ રૂપિયા દાન પણ કરી ચૂકી છે, અને દેશમાં કોરોના સામેના જંગમાં પોતાનુ યોગદાન પણ આપી રહી છે.
એશિયન પેઇન્ટ્સ કલમની વિપરીત તરી રહી છે, કોરોના સંકટમાં કંપનીએ છટણી અને પગારમાં કાપ કરવાના બદલે કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીનુ માનવુ છે કે, આનાથી કર્મચારીઓનુ મનોબળ ઉંચુ રહશે. એટલું જ નહીં કંપનીએ વેચાણની ચેનલમાં મદદ કરવાનો પણ નિર્ણય કર્યો છે. કંપની ચેનલનો ભાગ ઠેકેદારોના ખાતામાં 40 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી ચૂકી છે.
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અમિત શિંગલે કહે છે કે અમારા સાચા નેતૃત્વનુ આદર્શ ઉદાહરણ રજૂ કરવુ છે, અમારે પણ સાબિત કરવુ છે કે એક કંપની તરીકે અમે અમારા હિતધારકોનો ખ્યાલ રાખીએ છીએ. હું બોર્ડને આ પ્રકારની પહેલ કરવા માટે હંમેશા અગવત કરાવતો રહુ છું. બોર્ડ સભ્યો તરફથી કર્મચારીઓના વેતન વધારાની સહમતી મળી ગઇ છે.
તેમનુ કહેવુ છે કે કોરોના સંકટના સમયે દરેક કર્મચારીઓ સાથે જોડાવવાનો એક શાનદાર મોકો છે. કર્મચારીઓની ચિંતાઓને દુર કરવી અમારી પ્રાથમિકતા છે, અમે કર્મચારીઓને રાખો અને કાઢોના સિદ્ધાંત પર કામ નથી કરતા. આ સંકટની ઘડીમાં અમે બધા સાથે છીએ.
કોરોના સંકટમાં આ કંપનીએ પોતાના કર્મચારીઓના પગારમાં કર્યો વધારો, છટ્ટણી પણ નહીં કરવાનો નિર્ણય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 May 2020 12:38 PM (IST)
આ પહેલા કંપની કેન્દ્ર અને રાજ્યના કૉવિડ-19 ફંડમાં 35 કરોડ રૂપિયા દાન પણ કરી ચૂકી છે, અને દેશમાં કોરોના સામેના જંગમાં પોતાનુ યોગદાન પણ આપી રહી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -