નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ હાલમાં જ બેંકોને ઓટોમેટેડ ટેલર મશીન (ATM) પર ચાર્જ વધારીને 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી આપી દીધી છે. ગ્રાહક ATMમાંથી નક્કી મર્યાદા કરતાં વધારે રૂપિયા ઉપાડ્યા બાદ બેંક આ મર્યાદામાં ચાર્જ લગાવી શેક છે. આ સંશોધિત રેટ 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે.


ગ્રાહક પોતાના બેંકના ATMમાંથી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. તેમાં નાણાંકીય અને નોન ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન એમ બન્ને સામેલ છે. તેનાથી વધારે વખત ટ્રાન્ઝેક્શન કરવા પર દરેક ATM ટ્રાન્ઝેક્શન માટે 20 રૂપિયાની વધારાની રકમ ચૂકવવી પડશે. રોકડ ઉપાડવા માટે બીજી બેંકના એટીએમનો ઉપયોગ કરનાર ગ્રાહકો માટે મેટ્રો સિટીમાં ત્રણ અને નોન મેટ્રો સિટીમાં પાંચ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની મંજૂરી છે.


1 ઓગ્સટથી લાગુ થશે ઇન્ટરચેન્જ ફીસના નવા નિયમ


જૂન 2019માં, આરબીઆઈએ એટીએમ ટ્રાન્ઝેક્શનના ઇન્ટરચેન્જ સ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપવાની સાથે જ એટીએમ ચાર્જીસની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરી હતી. આરબીઆઈએ એટીએમ ટ્રાન્ઝેક્શનની ઇન્ટરચેન્જ ફી દરેક નાણાંકીય ટ્રાન્ઝેક્શન 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા અને નોન ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરી દીધો છે. નવા રેટ 1 ઓગસ્ટ, 2021થી લાગુ થશે. આરબીઆઈ અનુસાર ઇન્ટચેન્જ ફી બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ પ્રોસેસ કરનાર મર્ચન્ટ પાસેથી લેવાતો ચાર્જ છે.


એસબીઆઈએ પણ કર્યો છે સર્વિસ ચાર્જમાં ફેરફાર


સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ હાલમાં જ જુલાઈની શરૂઆતમાં પોતાના એટીએમ ને બેંક શાખાઓમાંથી રોકડ ઉપાડવા માટે લગતા ચાર્જમાં ફેરફાર કર્યો છે. એસબીઆઈએ બીએસબીડી ખાતાધારકો માટે નવા નિયમો લાગુ કર્યા છે.


એસબીઆઈ અનુસાર બીએસબીડી એકાઉન્ટવાળા ગ્રાહક બ્રાન્ચ અને એટીએમમાંથી હવે મર્યાદિત સખ્યામાં એટલે કે ચાર વખત જ ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી શકશે. ત્યાર બાદ જો કોઈ ગ્રાહક એટીએમ અથવા બ્રાન્ચમાંથી રૂપિયા ઉપાડે છે તો તેને સર્વિસ ચાર્જ તરીકે દરેક ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા અને જીએસટી ભરવો પડશે. એસબીઆઈ ઉપરાંત કોઈ અન્ય એટીએમમાંથી રૂપિયા ઉપાડવા પર પણ આ નિયમ લાગુ થશે.