Auto Expo 2020: ઓટો એક્સ્પોની શરૂઆત, મારુતિ સુઝુકીએ લોન્ચ કરી ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ કાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Feb 2020 11:08 AM (IST)
ઓટો એક્સ્પો પર પણ કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. ઓટો એક્સ્પોના મુખ્ય ગેટ પર જ કોરોના વાયરસને લઈને એડવાઈઝરી લગાવવામાં આવી છે.
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીની નજીક આવેલ ગ્રેટર નોયડામાં આજે 15મો ઓટો એકેસ્પોની શરૂઆત થઈ છે. ઓટો એક્સ્પોમાં પ્રથમ લોન્ચ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી તરફથી કરવામાં આવી છે. કંપનીએ પોતાની ઈલેક્ટ્રિક કોન્સેપન્ટ કાર લોન્ચ કરી છે. મારુતિ સુઝુકીએ Futuro E કોન્સેપ્ટ લોન્ચ કરી છે. આ કાર દ્વારા મારુતિ સુઝુકીએ જણાવવાનો પ્રયત્ન કર્યો છે કે તે ભવિષ્યમાં તેની ઈલેક્ટ્રિક કાર કેવા પ્રકારની હશે. સામાન્ય લોકો માટે 7 તારીખે ખુલશે Auto Expo દેશ-દુનિયાની તમામ ઓટોમોબાઈલ કંપનીઓ આ ઓટો શોમાં ભાગ લઈ રહી છે. આજે અને આવતીકાલે 104 ઓટોમોબાઈલ કંપનીઓ પોતાની પ્રોડક્ટ લોન્ચ કરશે અને કોન્સેપ્ટ વાહનોને પ્રદર્શિત કરશે. આ ઓટો શો સામાન્ય લોકો માટે 7 તારીખે ખુલશે જે 12 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. તેનું આયોજન ગ્રેટર નોઇડાના એક્સ્પો માર્ટમાં થઈ રહ્યું છે. ઓટો એક્સ્પોની ધીમ ‘એક્સપ્લોર ધ વર્લ્ડ ઓફ મોબિલિટી’ શોનું આયોજન સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યૂફેક્ચર્સ (સિયામ) અને સીઆઈઆઈ મળીને કરી રહ્યા છે. ઓટો એક્સ્પોની થીમ ‘એક્સપ્લોર ધ વર્લ્ડ ઓફ મોબિલિટી’ છે. આ વખેત ઓટો એક્સ્પોમાં માત્ર લોન્ચની જ બોલબાલા નહીં રહે પરંતુ આ વખતે કનેક્ટિડ કારોથી લઈને ઇલેક્ટિક વાહનો પણ દબદબો જોવા મળશે. Auto Expo પર કોરોના વાયરસની અસર ઓટો એક્સ્પો પર પણ કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. ઓટો એક્સ્પોના મુખ્ય ગેટ પર જ કોરોના વાયરસને લઈને એડવાઈઝરી લગાવવામાં આવી છે. કોરોના વાયરસને કારણે ચીનથી આવેલ અનેક કંપનીઓના સીનિયર એક્ઝીક્યૂટિવ પોતાની ટ્રિપ કેન્સલ કરી ચૂક્યા છે. MG Motor, Great Wall, FAW Haima અને BYD એવી ચીની કંપની છે જે પ્રથમ વખત ઓટો એક્સ્પોમાં ભાગ લઈ રહી છે. કેટલાક અહેવાલ અનુસાર લગભગ 200થી વથારે ચાઈનીઝ ડેલિગેટ પોતાની ઓટો એક્સ્પો ટ્રીપ કેન્સલ કરી ચૂક્યા છે.