નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)નું કલેકશન સરકારની ધારણા મુજબ થઈ રહ્યું ન હોવાથી એક ખાસ પહેલ કરવામાં આવી છે. સરકારે જીએસટી લૉટરી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત 10 લાખ રૂપિયાથી લઈ 1 કરોડ રૂપિયા સુધીના ઈનામ જીતી શકાશે.
ડ્રો દ્વારા થશે વિજેતા પસંદ
આ અંગેની જાણકારી આપતા CBICના સભ્ય જૉન જોસફે જણાવ્યું, જીએસટીના દરેક બિલ પર ગ્રાહકને લોટરી જીતવાનો મોકો મળશે. તેનાથી ગ્રાહકો ટેક્સ ચુકવવા પ્રોત્સાહિત થશે. અમે એક નવી લૉટરી પદ્ધતિ લઈને આવ્યા છીએ. જીએસટી અંતર્ગત દરેક બિલ પર લોટરી જીતી શકાશે. ડ્રો દ્વારા વિજેતા પસંદ થશે.
ખરીદીના બિલો પોર્ટલ પર કરાશે અપલોડ
યોજના અંતર્ગત ખરીદીના બિલોને પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. ડ્રો દ્વારા વિજેતાઓની પસંદગી થશે અને તેની માહિતી આપવામાં આવશે. જીએસટી અંતર્ગત ચાર ટેક્સ સ્લેબ 5, 12,18 અને 28 ટકા છે.
ઈનામની રકમ ક્યાંથી આપવામાં આવશે
લૉટરી વિજેતાઓને પુરસ્કાર ગ્રાહક કલ્યાણ ભંડોળમાંથી આપવામાં આવશે. આ ભંડોળમાં નફાખોરી વિરોધી કાર્યવાહીથી પ્રાપ્ત રકમને ટ્રાન્સફર કરવામાં આવે છે.
ICC U19 WC Ind vs Pak: ભારતીય ક્રિકેટરે પકડ્યો શાનદાર કેચ ને પલટાઈ ગઈ મેચ!
IND v NZ: આવતીકાલે પ્રથમ વન ડે, આ 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે કોહલી