દેશમાં સરકાર ગરીબ અને નબળા આર્થિક વર્ગ માટે વિવિધ પ્રકારની સરકારી યોજનાઓ લાવતી રહે છે. તેમાંથી એક યોજના આયુષ્માન ભારત રાષ્ટ્રીય જાહેર આરોગ્ય વીમા યોજના છે. આ દેશની સૌથી મોટી સરકારી સ્વાસ્થ્ય વીમા પોલિસી છે, જેના દ્વારા લોકોને 5 લાખ સુધીની સ્વાસ્થ્ય વીમા પોલિસીની મદદ આપવામાં આવે છે. આ વીમા પોલિસી દ્વારા અનેક રોગોની સારવારમાં વીમાની સુવિધા ઉપલબ્ધ છે.

Continues below advertisement

રાજ્યોને આ છૂટ મળી છે

સરકારે હવે આ યોજનામાં મોટો ફેરફાર કર્યો છે. હવે આ યોજનાનો વ્યાપ વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેનો વ્યાપ વધારીને સરકાર તેને દરેક રાજ્યમાં લાગુ કરવા માંગે છે. આ યોજનામાં, હવે કાર્ડધારક હવે તબીબી પ્રક્રિયાનો વિકલ્પ પસંદ કરી શકશે, જે અગાઉ સ્વાસ્થ્ય પેકેજનો ભાગ ન હતો.

Continues below advertisement

સરકારે આયુષ્માન ભારત યોજનામાં આ ફેરફાર કરીને યોજનાને લોકો માટે વધુ ફાયદાકારક બનાવી છે. હવે રાજ્યની ગવર્નિંગ પેનલ સ્કીમ સંબંધિત નિર્ણયો લઈ શકશે. આ સાથે, રાજ્યો પણ તેમની જરૂરિયાતના આધારે આ યોજનામાં અનિશ્ચિત સર્જિકલ પેકેજ બુક કરી શકશે.

તમને જણાવી દઈએ કે આ યોજનામાં, રાજ્ય સ્વાસ્થ્ય લાભ પેકેજની કિંમત પોતે નક્કી કરી શકશે. આ સાથે, રાજ્યો એ પણ પસંદ કરી શકશે કે તેમના અનિશ્ચિત સર્જિકલ પેકેજમાં કઈ સુવિધાઓ રાખવી. આયુષ્માન ભારત યોજના હેઠળ, જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા છે, તો તમે કોઈપણ હોસ્પિટલમાં સારવાર મેળવી શકો છો. જેમાં ઓપીડી અને સર્જરીનો સમાવેશ થાય છે. આ પછી આ બીમારીમાં 5 લાખ સુધીનો ખર્ચ સરકાર ઉઠાવે છે. આ યોજનાને નેશનલ હેલ્થ ઓથોરિટી હેઠળ મૂકવામાં આવી છે.

આ પણ વાંચોઃ

Cryptocurrency News Today: ક્રિપ્ટોકરન્સીમાં આજે ફરી ઘટાડો, જાણો શું છે બિટકોઈન અને ઈથેરિયમની કિંમત

સરકારે નિરાધાર વૃધ્ધ પેન્શની રકમમાં કર્યો વધારો, જાણો નાણામંત્રીએ બજેટમાં શું કરી જાહેરાત