નવી દિલ્હીઃ ગ્રાહકોને ટ્રિપલ પ્લે પ્લાન ઓફર કરતી હોય તેવી રિલાયન્સ જિયોફાઇબર ભારતની પ્રથમ સર્વિસ પ્રોવાઇડર છે. જિયોએ થોડા સમય પહેલા પ્લાનની જાહેરાત કરી હતી. જેની પ્રારંભિક કિંમત 699 રૂપિયા છે. તેમાં મિનિમમ 1000Mbpsની સ્પીડ મળે છે. જિયોફાઇબર બ્રોડબેંડ પ્લાન્સ લેન્ડલાઇન કનેકશન અને 4કે રેડી સેટ ટોપ બોક્સ સાથે આવશે. પરંતુ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે કંપની જિયોફાઈબર યૂઝર્સને કોઇ કેબલ ટીવી સબસ્ક્રિપ્શન નહીં આપે.

આ સ્થિતિમાં Jio 4k સેટ ટોપ બોક્સમાં કન્ટેન્ટ જોવા માટે ગ્રાહકોએ લોકલ કેબલ ઓપરેટર્સ પાસેથી ટીવી કનેકશન લેવું પડશે અને તેના માટે અલગથી ચાર્જ પણ આપવો પડશે. ટેલીકોમ ટોકના રિપોર્ટ પ્રમાણે હાલ GTPL, ડેન નેટવર્કસ જિયોફાઇબર યૂઝર્સને કેલ ટીવી સેવા આપી રહી છે.

પહેલા એવું માનવામાં આવતું હતું કે કંપની સેટ ટોપ બોક્સ ઉપલબ્ધ કરાવી રહી છે. આ સ્થિતિમાં રિલાયન્સ જિયો દ્વારા એક ટીવી કનેકશન પણ આપવામાં આવશે તેવી ચર્ચા હતી. પરંતુ કોમર્શિયલ લોન્ચ વખતે વાત સામે આવી કે, સેટેલાઇટ ટીવી ચેનલ્સ જોવા માટે જિયો સેટ ટોપ બોક્સથી પેયર કરવા માટે એલસીઓ કનેકશન અલગથી લેવું પડશે. જેનું કારણ એ છે કે કંપની તેના ગ્રાહકો માટે આઈપીટીવી (ઈન્ટરનેટ પ્રોટોકોલ ટીવી) લાવવાની તૈયારીમાં હતી પરંતુ આમ ન થઈ શક્યું. જેના કારણે મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સે દૂરના વિસ્તારો સુધી કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવા ડેન અને હેથવે નેટવર્ક્સમાં મોટો હિસ્સો ખરીદી લીધો છે.


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઇન્ટ સિસ્ટમથી શું નાખુશ છે કોહલી ? જાણો વિગતે