આપને જણાવી દઈએ કે 4 ઑક્ટોબરે RBIએ રેપો રેટમાં 0.25 ટકા ઘટાડવાની જાહેરાત કરી હતી. રૅપો રેટ 0.25 ટકા ઘટીને 5.15 ટકા સુધી આવી ગયો છે.
SBI તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તહેવારોમાં ગ્રાહકોને વધુ ફાયદો પહોંચાડવા માટે બેંકે તમામ ગાળા માટે MCLR દર 0.10 ટકા સુધી ઘટાડી દીધા છે. હવે એક વર્ષ માટે નવા MCLR દરો 8.15 ટકાથી ઘટાડીને 8.05 ટકા પર આવી ગયો છે. નવા દરો 10 ઑક્ટોબરથી લાગુ થશે. બેંકે હાલના નાણાકિય વર્ષમાં સતત છઠ્ઠી વઘત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.
RBIના રૅપો રેટ ઘટાડ્યા બાદ SBIએ MCLR પર આધારિત લૉનની દરો ઘટાડી દીધા છે. હવે દર મહિને EMI 0.10 ટકા સુધી સસ્તો થઈ ગયો છે. નોંધનીય છે કે, બેંકો દ્વારા MCLR વધારવા કે ઘટડવાની અસર લૉન લેનારા ઉપરાંત તે ગ્રાહકોને પણ થાય છે, જેઓએ એપ્રિલ 2016 બાદ લૉન લીધી હોય.