દેશની મોટી ટૂ વ્હીલર કંપની બજાજ ઓટોએ પોતાની પોપ્યુલર બાઇક નવી પ્લેટિના 100નું કિક સ્ટાર્ટ વેરિઅન્ટ ભારતમાં હાલમાં જ લોન્ચ કર્યું છે. આ બાઈકની એક્સ શોરૂમ કિંમત 51,667 રૂપિયા રાખવામાં આવી છે. બજાજે નવી પ્લેટિના 100માં કેટલાક ખાસ ફીચર્સ જોડ્યા છે. આવો જાણીએ આ બાઈકના એન્જિન અને ફીચર્સ વિશે.


મળશે આ ફીચર્સ

નવી પ્લેટિના 100માં નવી ડિઝાઇન વાળા ઇન્ડિકેટર્સ, નવા મિરર, પહોળા રબરના ફુટપેડ્સ, ટ્યૂબલેસ ટાયર્સ LED DRL હેડલેમ્પ, ટેંક પેડ, લાંબી આરામદાયક સીટ અને શાનદાર સસ્પેંશન જોવા મળ્યા છે. ઉપરાંત તેમાં હેન્ડ ગાર્ડ લાગેલ છે જેના કારણે હાથો પર હવા નથી લાગતી, હવે તો શિયાળાની સીઝન છે એવામાં આ ફીચર ગ્રાહકોને પસંદ આવશે. નવી પ્લેટિના 100માં કોકટેલ વાઇન રેડ અને ઈબોની બ્લેક કલર્સમાં રજૂ કરવામાં આવી છે. શાનદાર બ્રેકિંગ માટે તેના બન્ને ટાયર્સમાં ડ્રમ બ્રેકની સુવિધા મળે છે.

દમદાર છે એન્જિન

આ બાઇકમાં 102ccનું BS6 સિંગલ-સિલિન્ડર, એર કૂલ્ડ, ડીટીએસ આઈ એન્જિન જો 7.77 બીએચપીનો પાવર અને 8.3 Nmનો ટોર્ક આપે છે. આ એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. બાઇકની ટોપ સ્પીડ 90 kmph છે.

Hero HF Deluxe સાથે થશે ટક્કર

બજાજની નવી પ્લેટિના 100ની સીધી ટક્કર હીરોની HF Deluxe સાથે થશે, આ બાઈક નાના વિસ્તારમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. હાલમાં જ કંપનીએ આ બાઈકને BS6 એન્જિન સાથે રજૂ કરી હતી. વાત એન્જિનની કરીએ તો નવી HF Deluxe બાઇકમાં 100cc, BS6 એન્જિન લાગેલ ચે જે ફ્યૂઅલ ઇન્જેક્શન ટેકનીકથી સજ્જ છે. આ એન્જિન 7.94 bhpનો પાવર અને 8.05 NM નો ટોર્ક જનરેટ કરે છે.

તેમા પહેલાની સામે 6 ટકા વધારે ફાસ્ટ Acceleration મળે છે. એટલું જ નહીં આ એન્જિન કંપનીની i3S ટેક્નોલોજીથી સજ્જ પણ છે. આ બાઇકની એક્સ શો રૂમ કિંમત 55 હજાર રૂપિયાશી શરૂ થાય છે. એક લિટલમાં બાઈક 82 Kmplની માઇલેજ આપે છે.