મુંબઈઃ ભારતીય શેરબજાર સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયું છે. આ દરમિયાન આજે જે શેર પર વધારે નજર રહેશે તેવા કેટલાક સ્ટોક અંગે અમે જણાવી રહ્યા છીએ. આજના કારોબાર દરમિયાન સૌથી વધુ શુગર સ્ટોક પર રહેશે. કેન્દ્ર સરકારે ચાલુ માર્કેટેંગ વર્ષ 2020-21 દરમિયાન 60 લાખ ટન ખાંડનીન કાસ માટે સુગર મિલ્સને રૂ. 3500 કરોડની સબસિડી આપવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. જેના પગલે શુગર સ્ટોકમાં તેજી જોવા મળી શકે છે.


વિપ્રોઃ  કંપનીએ એન્કોર થીમમાં 83.4 ટકાનું હસ્તાંતરણ પૂરું કર્યુ હોવાથી આ શેર પર આજે ખાસ નજર રહેશે.

જ્યુબલિયન્ટ ફૂડવર્કસઃ કંપનીઓ બિરયાની બ્રાન્ડ રજૂ કરી હોવાથી શેરના ભાવમાં આજે વધારો થઈ શકે છે.

સિટી નેટવર્ક્સઃ બોર્ડ દ્વારા ઈ-નેટ એન્ટરટેનમેંટમાં 51 ટકા ઈક્વિટી શેર હસ્તગત કરવાની મંજૂરી આપવામાં આવી છે.

જેકે ટાયરઃ એજફિલ્ડ સિક્યુરિટીઝએ કંપનીને 77.76ના ભાવે 14,65,821 ઇક્વિટી શેર એનએસઇ પર વેચ્યા છે.

આઈઆરસીટીસીઃ સરકાર કંપનીના કર્મચારીઓ માટે 1377.55ના ભાવે 16 લાખ ઇક્વિટી શેર ઓફર કરવાની દરખાસ્ત મુકી છે. આ માટે 18 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી ઓએફએસ ખુલ્લો રહેશે.

ઉત્તર-પૂર્વીય પવનોથી ગુજરાતમાં ગગડશે ઠંડીનો પારો, ફરી વળશે શીતલહેર

New Year 2021: નવા વર્ષ પર બની રહ્યો છે અત્યંત શુભ યોગ, જાણો નવા વર્ષ પર કેવી રહેશે નક્ષત્ર અને ગ્રહોની ચાલ