નવી દિલ્હીઃ દિલ્હી બુલિયન બજારમાં સોમવારે સોનાનો ભાવ 100 રૂપિયા વધીને અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર 35,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. બુલિયન એસોસિએશનના  જણાવ્યા મુજબ સતત ખરીદીના કારણે સોનાનો ભાવ આ સ્તરને સ્પર્શયો છે. બજાર નિષ્ણાતોના કહેવા મુજબ સોનાના ભાવમાં તેજી પાછળ અમુક કારણો જવાબદાર છે.




લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ઘરેલુ શેરબજારમાં તેજી આવી હતી પરંતુ છેલાલ થોડા દિવસોથી સેન્સેક્સમાં ઘટાડો થઈ રહ્યો છે. માર્કેટમાં જેટલો ઉછાળો આવવાનો હતો તેટલો આવી ચુક્યો છે અને હાલ તેમાં ભાવ વધારાની કોઇ શક્યતા નથી. આ કારણે રોકાણકારો હવે સોનામાં રોકાણ કરી રહ્યા છે. જેના કારણે ભાવમાં વધારો થયો છે.



ચાલુ મહિનાના અંતે ફેડરલ રિઝર્વ વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. જેના કારણે ડોલરની કિંમતમાં ઘટાડો થયો છે. આ કારણે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.  ઉપરાંત વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈ ચિંતિંત વિશ્વની મોટાભાગની કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. આ કારણે સોનાનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.



અમેરિકા તથા ઈરાન વચ્ચે તણાવ અને અમેરિકા-ચીન વચ્ચે શરૂ ટ્રેડવોરના કારણે રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. શેરબજારમાં રૂપિયા રોકતાં રોકાણકારો હવે સુરક્ષિત સાધન તરીકે સોનામાં રોકાણ કરી રહ્યા છે. જેના કારણે સોનાની ખરીદીમાં વધારો જોવા મળ્યો છે.

આખરે અમદાવાદમાં પણ થયું મેઘરાજાનું આગમન, જાણો કયા કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ

આ ક્રિકેટરને એક મેચ માટે મળતા હતા 200 રૂપિયા, હવે રમશે ટીમ ઈન્ડિયા તરફથી, જાણો વિગત

ગુજરાતના કયા ટોચના મંત્રી ડાયાબિટીસ-બીપી હોવા છતાં સરકારમાં બિલ મૂકતા નથી, જાણો વિગત