નવી દિલ્હીઃ પોતાની શાનદાર માઇલેજ માટે જાણીતી Bajaj Platina 100નુ ઇલેક્ટ્રિક સ્ટાર્ટ વેરિએન્ટ ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવ્યુ છે. આની કિંમત દિલ્હીના એક્સ શૉરૂમમાં 53,920 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ બાઇક એકદમ આરામદાયક છે. જેના લાંબી મુસાફરી દરમિયાન તમને કોઇ પરેશાન નહીં થાય. આમાં સ્પ્રિંગ-ઇન-સ્પ્રિંગ સસ્પેન્શન આપવામાં આવ્યુ છે. આ બાઇકમાં કમ્ફરટેક ટેકનિકનો ઉપયોગ કવરામાં આવ્યો છે.

લૂક અને ડિઝાઇન.....
નવી પ્લેટિનાને બેસ્ટ લૂકની સાથે લૉન્ચ કરવામાં આવી છે. આમાં ઓલ ન્યૂ રિયર વ્યૂ મિરર્સ આપવામાં આવ્યુ છે, જેનાથી આ બેસ્ટ દેખાય છે. આ બાઇક બે કલર ઓપ્શનમાં અવેલેબલ છે, જેમાં કૉકટેલ વાઇન રેડ અને બીજુ સિલ્વરની સાથે ઇબોની બ્લેક કલર સામેલ છે.

શાનદાર ફિચર્સ...
Bajaj Platina 100 ES 20 ટકા લાંબા ફ્રન્ટ અને રિયર સસ્પેન્શન, એક્સ્ટ્રા કમ્ફોર્ટ માટે લાંબી સીટ, સારી વિઝિબિલીટી માટે LED DRL હેડલેમ્પ, વાઇડ રબર ફૂટપેડ્સ સાથે છે. આ ઉપરાંત સ્ટાઇલિસ મિરર આપવામાં આવ્યા છે.

એન્જિન.....
નવી Platina 100 ઇલેક્ટ્રિક સ્ટાર્ટમાં 102 ccના 4 સ્ટ્રૉક, સિંગલ સિલેન્ડર, SOHC, એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યુ છે. ઓછી કિંમત હોવાના કારણે આ સૌથી સસ્તી ઇલેક્ટ્રિક સ્ટાર્ટ બાઇક છે. આ નવી પ્લેટિનામાં ટ્યૂબલેસ ટાયર્સ લગાવવામાં આવ્યા છે.