Bandhan Bank: ખાનગી ક્ષેત્રની બંધન બેંકે ગુરુવારે મહિલા ગ્રાહકો માટે વિશેષ બચત ખાતા અવનીની જાહેરાત કરી છે. બેંકે ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખીને આ પ્રોડક્ટ રજૂ કરી છે. બેંકે તેનો લોયલ્ટી પ્રોગ્રામ બંધન બેંક ડીલાઈટ્સ પણ લોન્ચ કર્યો. આમાં, ગ્રાહકો ડિલાઇટ પોઈન્ટ્સ નામના રિવોર્ડ પોઈન્ટ્સ મેળવી શકે છે, તેમની ખરીદી માટે કમાયેલા ડિલાઈટ પોઈન્ટ્સનો ઉપયોગ કરી શકે છે અને વિશેષ ઓફર્સ પણ મેળવી શકે છે. બંધન બેંકે તેના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ આ વિશેષ પહેલ કરી છે.
અવની બચત ખાતું (Avni Savings Account)
અવની બેંક સેવિંગ્સ એકાઉન્ટ સાથે, મહિલા ગ્રાહકોને એક ખાસ ડેબિટ કાર્ડ મળે છે જે ફ્રી એરપોર્ટ લાઉન્જ એક્સેસ, રૂ. 10 લાખનું વ્યક્તિગત અકસ્માત વીમા કવર, રૂ. 3.5 લાખનું કાર્ડ લોસ લાયબિલિટી અને પ્રીમિયમ બ્રાન્ડ્સ તરફથી બહુવિધ ખર્ચ આધારિત ઑફર્સ આપે છે. અવની વાર્ષિક લોકર ભાડા, ગોલ્ડ લોન પ્રોસેસિંગ ફી તેમજ બ્યુટી અને વેલનેસ પ્રોડક્ટ્સ પર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.
બેંકનો હેતુ બેંકિંગ અનુભવ વધારવાનો છે
બંધન બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (વચગાળાના) રતન કેશે જણાવ્યું હતું કે, “અમારા મહિલા ગ્રાહકોના સન્માન રૂપે, અમે અમારા સ્થાપના દિવસે ખાસ કરીને મહિલાઓ માટે રચાયેલ પ્રોડક્ટ અવનીને લૉન્ચ કરવાની યોજના બનાવીએ છીએ. બંધન બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ચીફ બિઝનેસ ઓફિસર રાજીન્દર બબ્બરે જણાવ્યું હતું કે, અવનીને રજુ કરીને, અમે માત્ર અમારા મહિલા ગ્રાહકોની નાણાકીય અને જીવનશૈલીની જરૂરિયાતોને જ નહીં પરંતુ મૂલ્યવર્ધિત સેવાઓ સાથે સમગ્ર બેંકિંગ અનુભવને પણ વધારી રહ્યા છીએ.
બંધન બેંક ડિલાઈટ્સ
બંધન બેંક ડિલાઈટ્સ એ એન્ટરપ્રાઈઝ-વ્યાપી લોયલ્ટી પ્રોગ્રામ છે કે જેના હેઠળ ગ્રાહકો એકાઉન્ટ ખોલવા, કાર્ડ વ્યવહારો, ફંડ ટ્રાન્સફર અને ઘણા બધા માટે ડિલાઈટ પોઈન્ટ્સ કમાય છે. આ પ્રોગ્રામ દ્વારા, ગ્રાહકો મુસાફરી અને રહેવાની સગવડ, મર્ચેન્ડાઇઝ, મનોરંજન અને વિશેષ ઑફર્સનો લાભ સહિત વિવિધ પુરસ્કારો માટે પોઈન્ટ રિડીમ કરી શકે છે. ગ્રાહકો તેમના સંચિત ડિલાઇટ પોઈન્ટ્સને એર માઈલ્સમાં પણ કન્વર્ટ કરી શકે છે.
આ પણ વાંચો...