નવી દિલ્હી: ફરી એક વખત સતત ત્રણ દિવસ સુધી બેન્કો બંધ રહેશે. 21 ફેબ્રુઆરીથી લઈને 23 ફેબ્રુઆરી સુધી બેન્કો બંધ રહેશે. કાલે એટલે કે શુક્રવારે મહાશિવરાત્રીની રજાના કારણે બંધ રહેશે. જ્યારે, આગામી દિવસે 22 ફેબ્રઆરીએ ચોથો શનિવાર છે. બાદમાં 23 ફેબ્રુઆરીના રવિવારની રજા છે આજ કારણે સતત ત્રણ દિવસ સુધી બેન્કો બંધ રહેશે.


સતત ત્રણ દિવસ સુધી બેન્કો બંધ રહેવાના કારણે ચેક ક્લિયરન્સ, એનઆઈએફટી, આરટીજીએસ સહિતના કામોને અસર થશે. બેન્ક 24 ફેબ્રુઆરીએ સોમવારે ખુલશે. જો તમારે બેન્કનું કોઇ મહત્વનું કામ કરવાનું બાકી રહી ગયું હોય તો હવે તમારે સોમવાર સુધી રાહ જોવી પડશે.

આ ઉપરાંત શેર માર્કેટ પણ હવે સોમવારે જ ખુલશે. હકીકતમાં આગામી ત્રણ દિવસ સુધી દેશના મોટાભાગની બેન્કોમાં કામકાજ બંધ રહેશે. તેથી તમારે હવે બેન્કના કામ પતાવવા માટે સોમવાર સુધી રાહ જોવી પડશે. 21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી હોવાથી બેન્કોમાં રજા રહેશે. સાથે જ 22 ફેબ્રુઆરીએ મહિનાનો ચોથો શનિવાર છે અને 23 ફેબ્રુઆરીએ રવિવાર છે, તેથી આ બે દિવસો દરમિયાન પણ બેન્કો બંધ રહેશે.

મીડિયા રિપોર્ટસ અનુસાર આ ત્રણ દિવસોમાં દેશના અનેક હિસ્સામાં એટીએમમાં પણ પરેશાની થઇ શકે છે. તેથી રોકડની પરેશાની ન થાય તે માટે પહેલાંથી જ રોકડની વ્યવસ્થા કરી લો.