હૈદરાબાદઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજયસભા સાંસદે સુબ્રમણ્યમ સ્વામીએ વસ્તુ અને સેવા કર (GST)ને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જીએસટીને 21મી સદીનું સૌથી મોટું ગાંડપણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, દેશે 2030 સુધી મહાશક્તિ બનવા માટે વાર્ષિક 10 ટકાના વૃદ્ધિ દર સાથે આગળ વધવું પડશે.
સ્વામીએ પૂર્વ પ્રધાનમંત્રી પી વી નરસિંહ રાવના કાર્યકાળમાં કરવામાં આવેલા સુધારા માટે દેશના સૌથી મોટા નાગરિક સન્માન ભારત રત્ન આપવાની માંગ કરી. હૈદરાબાદમાં પ્રજ્ઞા ભારતી દ્વારા આયોજિત ભારત-વર્ષ 2030 સુધી એક આર્થિક મહાશક્તિ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.
GSTને કોઈ સમજી શકતું નથી
સ્વામીએ જણાવ્યું, જીએસટી 21મી સદીનું સૌથી મોટું ગાંડપણ છે. તે એટલું જટિલ છે કે કોઈ સમજી શકતું નથી કે ક્યાં કયુ ફોર્મ ભરવાનું છે. તેઓ ઈચ્છે છે કે તેને કમ્ય્પૂટર પર અપલોડ કરવામાં આવે. સ્વામીએ કહ્યું, જીએસટી લાગુ થયા બાદ બાડમેર, રાજસ્થાનથી કેટલાક લોકો મળવા આવ્યા હતા. તેમણે કહ્યું, અમારી પાસે વીજળી નથી તો કેવી રીતે અપલોડ કરીએ ? મેં તેમને કહ્યું, તમારા માથા પર અપલોડ કરી લો અને પ્રધાનમંત્રી પાસે જઈને કહો.
... તો 50 વર્ષમાંચીનને પાછળ રાખી દઈશું
તેમણે કહ્યું કે, ભારતને આર્થિક મહાશક્તિ બનાવવા માટે આગામી 10 વર્ષ સુધી દરેક વર્ષે 10 ટકાના દરથી આર્થિક વૃદ્ધિ કરવ પડશે. જો આ દર જળવાઈ રહે તો 50 વર્ષમાં ચીનને પાછળ રાખી દઈશું અને અમેરિકાને પ્રથમ સ્થાન માટે પડકાર આપી શકાય છે. ભારત સામે આજે જે સમસ્યા છે તે માંગની અછથ છે. લોકો પાસે ખર્ચ કરવા માટે રૂપિયા નથી, જેનાથી આર્થિક ચક્ર પર પ્રભાવ પડી રહ્યો છે.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે કેટલા પ્રકારના પાસ આપવામાં આવ્યા ? જાણો વિગત
મોદી સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને બનાવી સ્વૈચ્છિક
1 એપ્રિલથી ભારતમાં વેચાશે પ્યોર પેટ્રોલ-ડીઝલ, જાણો શું છે તેની ખાસિયત
ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું- GST 21મી સદીનું સૌથી મોટું ગાંડપણ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Feb 2020 09:05 PM (IST)
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજયસભા સાંસદે સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, દેશે 2030 સુધી મહાશક્તિ બનવા માટે વાર્ષિક 10 ટકાના વૃદ્ધિ દર સાથે આગળ વધવું પડશે.
(ફાઈલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -