Bank Holiday : જુલાઈ મહિનો પૂરો થવાનો છે અને પાંચ દિવસ પછી ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે. દર મહિનાની જેમ ઓગસ્ટ 2024ની શરૂઆત સાથે ઘણા મોટા નાણાકીય ફેરફારો જોવા મળી રહ્યા છે, જ્યારે રક્ષાબંધન (Raksha Bandhan), જન્માષ્ટમી (Janmashtami)  જેવા મોટા તહેવારોને કારણે બેન્કોમાં ઘણી રજાઓ (Bank Holiday In August)  આવવાની છે. ઓગસ્ટ મહિનામાં બેન્કો 13 દિવસ બંધ રહેશે. આવી સ્થિતિમાં જો તમારી પાસે બેન્ક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે, તો તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવું ફાયદાકારક રહેશે.

ઓગસ્ટમાં રક્ષાબંધનથી જન્માષ્ટમી સુધીના તહેવારો આવશે

ઓગસ્ટ મહિનામાં ઘણા દિવસો બેન્કો બંધ રહેશે. આવી સ્થિતિમાં બેન્ક સંબંધિત કામ માટે ઘરેથી નીકળતા પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) નું બેન્ક હોલિડે લિસ્ટ જોઇ લેવું તમારા માટે ફાયદાકારક રહેશે. ઓગસ્ટમાં સ્વતંત્રતા દિવસના અવસર પર દેશભરની બેન્કો બંધ રહેવાની છે ત્યારે રક્ષાબંધન અને જન્માષ્ટમીના અવસર પર પણ બેન્કો બંધ રહેશે. ઓગસ્ટમાં આવતી 13 બેન્ક રજાઓમાં બીજા અને ચોથા શનિવાર તેમજ સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે.

RBIની વેબસાઈટ પર રજાઓની યાદી જુઓ

ઓગસ્ટમાં રવિવાર અને બીજા-ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાના કારણે છ દિવસની રજા છે, જ્યારે દેશના વિવિધ રાજ્યોમાં તહેવારોને કારણે બેન્કો સાત દિવસ બંધ રહેશે. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર બેન્ક રજાઓ અંગેની યાદી અપલોડ કરવામાં આવી છે. તે સરળતાથી ઓનલાઈન જોઈ શકાય છે. ચાલો એક નજર કરીએ ઓગસ્ટ મહિનામાં કયા દિવસો અને શા માટે બેન્ક રજાઓ જાહેર કરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનામાં બેન્કોમાં રજાની યાદી

તારીખ  

કારણ    સ્થળ

3, ઓગસ્ટ

કેર પૂજા

અગરતલા

4, ઓગસ્ટ

રવિવાર

સમગ્ર દેશમાં

8, ઓગસ્ટ

તેંદોગ લો રમ ફાત

ગંગટોક

10, ઓગસ્ટ

બીજો શનિવાર

સમગ્ર દેશમાં

11, ઓગસ્ટ

રવિવાર

સમગ્ર દેશમાં

13, ઓગસ્ટ

દેશભક્ત દિવસ

ઇમ્ફાલ

15, ઓગસ્ટ

સ્વતંત્રતા દિવસ

સમગ્ર દેશમાં

18, ઓગસ્ટ

રવિવાર

સમગ્ર દેશમાં

19, ઓગસ્ટ

રક્ષાબંધન

અમદાવાદ, જયપુર, કાનપુર, લખનઉ અને અન્ય સ્થળોએ

20, ઓગસ્ટ

શ્રી નારાયણ ગુરુ જયંતિ

કોચ્ચિ, તિરુવનંતપુરમ

24-25, ઓગસ્ટ

ચોથો શનિવાર-રવિવાર

સમગ્ર દેશમાં

26, ઓગસ્ટ

જન્માષ્ટમી

લગભગ તમામ સ્થળોએ

જ્યારે બેન્ક બંધ હોય ત્યારે આ રીતે તમારું કામ પૂર્ણ કરવું

બેન્કોમાં વારંવાર રજાઓના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ તમે રોકડ ઉપાડવા માટે બેન્કમાં રજાના દિવસે એટીએમનો ઉપયોગ કરી શકો છો. એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે તમે UPI, નેટ બેંકિંગ અથવા મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરી શકો છો. નોંધનીય છે કે નેટ બેન્કિંગ સુવિધા 24X7 કાર્યરત રહે છે.