Bank Locker Rules Changed:બેંકે લોકર નિયમોમાં થોડા ફેરફાર કર્યો છે.  ભારતની સર્વોચ્ચ બેંકિંગ સંસ્થા, ભારતીય રિઝર્વ બેંક (RBI)એ  સેફ  ડિપોઝિટ લોકર અને  સેફ કસ્ટડી સુવિધાઓ માટે નવી માર્ગદર્શિકા રજૂ કરે છે.


બેન્કે 18 ઓગસ્ટના કેટલાક બુદ્ધિજીવી  ગ્રાહકોની ફરિયાદો અને તેના સૂચનોને ધ્યાન લેવાની સાથે   ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) ના પ્રતિસાદને ટાંકીને આ નિર્ણય લીધો હતો. જાણીએ બેન્ક લોકર માટે નિયમોમાં શું ફેરફાર કરવામાં આવ્યાં છે.


બેન્કના લોકર માટે નવા નિયમ શું છે જાણી લો


બેન્કનું લોકર ભાડા પર લે છે તેમના માટે કેટલીક પરિસ્થિતિમાં બેન્ક સાક્ષી બની શકે છે. જે સમયસર પમેન્ટની ખાતરી કરશે. લોકર રેન્ટ પર લેનાર પાસેથી બેન્ક જે સમયે લોકર મળશે તે જ  સમયે જ ટર્મ ડિપોઝિટ વૂસલશે.  જેમાં ત્રણ વર્ષનું રેન્ટ અને લોકર ખોલાવવાના ચાર્જનો સમાવેશ થાય છે. જો કે બેન્ક કરન્ટ લોકર કરન્ટ હોલ્ડર પાસેથી આ ડિપોઝિટની રકમ બેન્ક નહીં વસૂલે ખાસ કરીને  જેઓ  functioning લોકરને ઓપરેટ કરે છે.


જો બેન્ક લોકરનું રેન્ટ  ગ્રાહક પાસેથી એડવાન્સમાં વસૂલવશે તો બેન્ક તેની અમુક રકમ પરત ચૂકવવી પડશે.કુદરતી આફત જેવી પરિસ્થિતિમાં બેન્ક તેમના કસ્ટમરને વહેલી તકે સૂચિત કરશે.


બેન્ક લોકર લીધા બાદ લોકર હોલ્ડરને તેમના સલામતીની સંપૂર્ણ ખાતરી આપશે અને લૂંટ, ચોરી કે કોઇ અન્ય અનાધિકૃત વ્યક્તિ તેને ઓપરેટ કરીને ગરબડ કરશે તો તેની તમામ જવાબદારી બેન્કની રહેશે.


નવા નિયમ મુજબ  કુદરતી આફત જેમકે પૂર, ભૂકંપ જેવી પરિસ્થિતિમાં જો આપના  બેન્ક લોકરને નુકસાન થશે તો તે નુકસાન માટે બેન્ક જવાબદાર નહીં રહે. જો કે આ તમામ પરિસ્થિતિમાં લોકરની સલામતી જળવાય તે રીતેના પ્રયાસ ચોકક્સ કરશે.  


બેન્ક નવી પણ એક કલમ પણ  તેના કરારમાં ઉમરશે. જેમાં ભાડે રાખનાર વ્યક્તિને લોકર માં કંઈપણ જોખમી વસ્તુ રાખવા માટે પ્રતિબંધિત કરશે.


બેંકિંગ પ્રોફેશનલ્સ દ્વારા છેતરપિંડી જેવી ઘટનાઓમાં આગ કે મકાન તૂટી પડવાના કિસ્સામાં બેંકોની જવાબદારી વાર્ષિક ભાડાની રકમના 100 ગણી નક્કી કરવામાં આવી છે.


 


.