દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું પોતાનું ઘર હોય. આ સપનું પૂરું કરવા માટે લોકો જીવનભર મહેનત કરતા રહે છે. પરંતુ, પ્રોપર્ટીની વધતી કિંમતોને કારણે આ સપનું પૂરું કરવું ઘણું મુશ્કેલ બની જાય છે. જો તમે પણ સસ્તામાં ઘર, ફ્લેટ કે શોપિંગ ખરીદવા માંગો છો તો બેંક ઓફ બરોડા તમારા માટે એક શાનદાર તક લઈને આવ્યું છે. બેંક 24 માર્ચ, 2022 ના રોજ મેગા ઈ-ઓક્શનનું આયોજન કરવા જઈ રહી છે, જેના દ્વારા બેંક પ્રોપર્ટી લોન પરત કરવામાં અસમર્થ હોય તેવા ગ્રાહકોના મકાનો, દુકાનો વગેરેનું વેચાણ કરીને તેના નાણાં વસૂલ કરશે.


બેંકે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપતા કહ્યું, 'હવે તમારા જીવનનું શ્રેષ્ઠ રોકાણ કરો. 24મી માર્ચ 2022ના રોજ બેંક ઓફ બરોડા મેગા ઈ-ઓક્શનમાં ભાગ લઈને તમારી ડ્રીમ પ્રોપર્ટી ખરીદો.


આ મિલકતોની ઈ-ઓક્શન કરવામાં આવશે



  • - ઘર

  • -  ફ્લેટ

  • -  ઔદ્યોગિક મિલકત

  • - ઓફિસ જગ્યા


બેંક ઓફ બરોડા મેગા ઈ-ઓક્શનમાં ભાગ લેવાની પ્રક્રિયા


જો તમે પહેલાથી જ બેંક ઓફ બરોડાની આ પ્રોપર્ટી ઓક્શનમાં ભાગ લેવા માંગતા હોવ, તો તમારે પહેલા eBkray પોર્ટલ પર ક્લિક કરવું પડશે. આ પોર્ટલ દ્વારા બેંક તમામ મોર્ગેજ પ્રોપર્ટીની હરાજી કરે છે. આ પોર્ટલની ખાસ વાત એ છે કે તમે કોઈપણ રજીસ્ટ્રેશન વગર આ પોર્ટલને એક્સેસ કરીને હરાજી થનારી મિલકતોની યાદી મેળવી શકો છો. આમાં, તમે તમારી બેંક, રાજ્ય અને જિલ્લાની માહિતીનો વિકલ્પ પસંદ કરો. આ પછી, ઈ-ઓક્શનમાં બોલી લગાવીને તમારી પ્રોપર્ટી ખરીદો.


બેંક સરફેસી એક્ટ દ્વારા પ્રોપર્ટીની હરાજી કરી રહી છે


બેંક ઓફ બરોડાએ કહ્યું છે કે તે સરફેસી એક્ટ હેઠળ પ્રોપર્ટીની હરાજી કરી રહી છે. તમને જણાવી દઈએ કે પ્રોપર્ટી પર લોન લીધા પછી જે લોકો તેને સમયસર ચૂકવતા નથી તો બેંક તે પ્રોપર્ટીની હરાજી કરે છે અને તેમની લોનના પૈસા વસૂલ કરે છે. આ પહેલા બેંક ગ્રાહકને તેની જાણકારી આપે છે. જો ગ્રાહક લોનની રકમ ચૂકવે છે, તો મિલકતની હરાજી કરવામાં આવતી નથી. જો ગ્રાહક લોનની રકમ પરત ન કરે તો ઈ-ઓક્શન દ્વારા પ્રોપર્ટીની હરાજી કરવામાં આવે છે.


બેંક ઓફ બરોડાની મેગા ઈ-ઓક્શનમાં પ્રોપર્ટી ખરીદવાનો ફાયદો



  • આના દ્વારા તમને ક્લિયર ટાઈટલની સુવિધા મળશે.

  • ખરીદનારને મિલકતનો તાત્કાલિક કબજો આપવામાં આવશે.

  • બેંક ખરીદનારને સરળતાથી લોનની સુવિધા પણ આપી શકે છે.