નવી દિલ્હી: પહેલી ઓગસ્ટથી દેશમાં કેટલીક બેન્કો લેવડ-દેવડના નિયમોમાં બદલાવ કરવા જઈ રહી છે. જેની સીધી અસર તમારા પર પડશે. એક્સિસ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્, કોટક મહિન્દ્રા બેન્ક, આરબીએલ બેન્ક ઓગસ્ટથી ટ્રાઝેક્શનના નિયમોમાં ફેરફાર કરશે. જેમાંથી કેટલીક બેન્કો પૈસા ઉપાડવા અને જમા કરવા પર પણ ચાર્જ વસૂલશે, તો મિનિમમ બેલેન્સ પણ વધારવાની તૈયારીમાં છે.


Axis બેન્કના ગ્રાહકો માટે પ્રતિ ECS ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયા આપવા પડશે. પહેલા કોઈ ચાર્જ નહોતો. એક સીમા કરતા વધારે લોકરના એક્સેસ પર પણ ચાર્જ લેવાનું શરૂ કરવામાં આવ્યો છે. બેન્કે પ્રતિ બંડલ 100 રૂપિયાની કેશ હેન્ડલિંગ ફિ પણ વસૂલશે. કોટક મહિન્દ્રા બેન્કે સેવિંગ્સ અને કોર્પોરેટર સેલેરી એકાઉન્ટ હોલ્ડરોને દર મહીને પાંચ ફ્રી ટ્રાંઝેક્શન બાદ દર કેશ વિદ્ડ્રોલ પર 20 રૂપિયા ડેબિટ કાર્ડ-એટીએમ ચાર્જ આપવો પડશે.
મેટ્રો અને શહેરી વિસ્તારોમાં રહેતા બેંક ઓફ મહારાષ્ટ્રના બચત ખાતાધારકોએ હવે પોતાના અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવું પડશે. બેન્કે આ વિસ્તારોમાં તેને વધારીને હવે રૂપિયા 2,000 કરી દીધાં છે. અત્યાર સુધી 1500 રૂપિયા ખાતામાં જાળવવાના રહેતા હતા. ખાતામાં આનાથી ઓછું બેલેન્સ રહ્યું તો મેટ્રો અને શહેરી વિસ્તારોમાં 75 રૂપિયાની પેનલ્ટી લાગશે. અર્ધશહેરી વિસ્તારની શાખાઓમાં 50 રૂપિયા અને ગ્રામીણ શાખાઓમાં 20 રૂપિયાની પેનલ્ટી લાગશે.ૉ

આ રીતે નોન-ફાઈનેન્શિય ટ્રાઝેક્શન માટે 8.5 રૂપિયા લેવામાં આવશે. પર્યાપ્ત બેલેન્સ ન હોવા પર મર્ચન્ટ આઉટલેટ અથવા વેબસાઈટ કે એટીએમ પર ફેલ્ડ ટ્રાન્ઝેક્શન માટ 25 રૂપિયા ફી વસૂલવામાં આવશે. કોટક મહિન્દ્રા બેન્ક મિનિમમ બેલેન્સ નહી જાળવવા પર પેનલ્ટી લેશે. જે ખાતાની કેટેગરી પર નિર્ભર કરશે. તે સિવાય દર ચાર ટ્રાન્ઝેક્શન બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન 100 રૂપિયાની વિડ્રોઅલ ફીસ લેવામાં આવશે.