BSNL
બીએસએનએલનો 599 નો પ્રી-પેડ પ્લાન શાનદાર છે. જેમાં તમને 84 દિવસની વેલિડિટી મળે છે. અનલિમિટેડ ઈન્ટરનેટ (5GB દરરોજ) મળે છે. આ સિવાય કોઈપણ નેટવર્ક પર દરરોજ 250 મિનિટ મળશે, જેનો તમે ઉપયોગ કરી શકો છો. આ પ્લાન મુજબ 84 દિવસ સુધી 100 એસએમએસ પણ મળે છે.
Airtel
જો તમે એરટેલ પ્રીપેડ કાર્ડનો ઉપયોગ કરો છો, તો 698 રૂપિયાનો પ્લાન બેસ્ટ છે. આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. સાથે જ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્સ પણ મળે છે અને દરરોજ 100 એસએમએસ પણ મળે છે. સાથે જ દરરોજ 2 જીબી ડેટા મળે છે.
Vi (વોડાફોન-આઈડિયા)
વોડાફોન આઈડિયા શાનદાર ઓફર આપી રહ્યું છે. જો તમે 699 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમને 84 દિવસની વેલિડિટી મળે છે. આ સાથે જ દરરોજ 4 જીબી ઈન્ટરનેટ મળશે. તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્સ પણ મળે છે અને દરરોજ 100 એસએમએસ પણ મળે છે. આ સિવાય વીઆઈ મૂવિઝ અને ટીવીનું એક્સેસ ફ્રી મળે છે.
Jio
જિયોમાં જો તમે 84 દિવસની વેલિડિટી માટે પ્લાન જોઈ રહ્યા છો તો અન્ય કંપનીઓ કરતા થોડો સસ્તો પ્લાન મળી રહ્યો છે. પરંતુ આ પ્લાનમાં તમને નેશનલ એસએમએસ નથી મળતા. 599 રૂપિયાના આ પ્લાનમાં 2 જીબી દરરોજ ડેટા મળે છે. જિયોથી જિયો અનલિમિટેડ કોલ્સ અને નેટવર્ક પર એફયૂપી મળી રહી છે.