નવી દિલ્હીઃ ભારતીય પૉસ્ટ ઓફિસની સ્કીમ (Post Office Schemes)માં રોકાણ કરવાના ઘણાબધા ફાયદાઓ છે. આજે દેશનો એક મોટો વર્ગ જે વિના જોખમે (Risk free Investment) રોકાણ કરવાનુ પસંદ કરે છે. તેમના માટે પૉસ્ટ ઓફિસ એક બેસ્ટ ઓપ્શન બની ગયુ છે. આવા લોકો માટે ઇન્ડિયન પૉસ્ટ ઓફિસ (Indian Post) જુદી જુદી રીતને અનેક સ્કીમે લઇને આવ્યુ છે. રિટાયરમેન્ટ પછી (Retirement Planning) મોટાભાગના લોકો ઇચ્છે છે કે તે પોતાના પૈસાને કોઇ સુરક્ષિત જગ્યા પર રોકાણ કરે, જેનાથી બેસ્ટ રિટર્નની સાથે સાથે જોમખ ના બરાબર હોય. 


આવામાં પૉસ્ટ ઓફિસ (Post Office)ની આ સ્કીમ તમારા માટે બહુજ કામની છે. સ્કીમનુ નામ છે પૉસ્ટ ઓફિસ સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (Post Office Senior Citizen Saving Scheme). આ યોજનાની ખાત વાત એ છે કે આમાં તમને રોકાણ કરવા પર તમને સારુ રિટર્ન (Less Investment More Return) મળે છે. તો જાણો શું છે સ્કીમ............ 


સ્કીમની ખાસ વાતો....... 


- આ સ્કીમમાં રોકાણ કરવા માટે તમારી ઉંમર 60 વર્ષથી ઉપર હોવી જોઇએ.
- આ સ્કીમ અંતર્ગત તમને 7.4 ટકાનુ વ્યાજ દર મળે છે. 
- આ સ્કીમમાં Investor ને ઓછામાં ઓછુ 1 હજાર અને વધુમા વધુ 5 હજાર રૂપિયાન રોકાણ કરી શકે છે. 
- આ સ્કીમમાં તમે કુલ 5 વર્ષમાં રોકાણ કરી શકો છે. 
- આમાં VRS (Voluntary Retirement Scheme Scheme) માટે થયેલા લોકો પણ રોકાણ કરી શકે છે. 
- આ સ્કીમમાં રોકાણ કરવા પર તમને ઇન્કમ ટેક્સની કલમ 80C અંતર્ગત છૂટછાટ મળશે. 


સ્કીમમાં તમને મળશે આટલુ રિટર્ન -
ઉલ્લેખનીય છે કે, આ સ્કીમમાં રોકાણ કરવા પર તમે 5 વર્ષમાં 14 લાખ સુધીનુ રિટર્ન પ્રાપ્ત કરી શકો છે.જો કોઇ સીનિયર સિટીજન (Senior Citizen Saving Scheme) આ યોજનામાં એક સાથે 10 લાખ રૂપિયાનુ રોકાણ કરે છે તો 7.4 ટકાનુ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ પર 5 વર્ષ બાદ 14,28,964 રૂપિયાનુ રિટર્ન મળશે. આ રોકાણ બાદમાં તમે 3 વર્ષ માટે લંબાવી શકો છો, વળી તમને પૉસ્ટ ઓફિસ મેચ્યૂરિટી પહેલા પણ બંધ કરવાની સુવિધા આપે છે. તમે ખાતુ ખોલાવ્યાના 1 વર્ષ બાદ જ એકાઉન્ટ બંધ કરી દો છો, તો 1.5% જમા રાશિ કપાઇ જશે. વળી 2 વર્ષ બાદ 1% રાશિ કપાઇ જશે. 


આ પણ વાંચો....... 


RBIમાં નોકરી મેળવવાની શાનદાર તક, 905 જગ્યા માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી


બૉલીવુડની સુપર હૉટ એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, બહેને આપી જાણકારી


SIDBI માં ગ્રેડ A ની બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર પડી, અરજી પ્રક્રિયા 4 માર્ચથી શરૂ થઈ


Russia-Ukraine War: કારમાં લાગેલા કેમેરામાં કેદ થયો મિસાઇલ હુમલાનો Live Video


Tips: ડિજીટલ ડૉક્યૂમેન્ટમાં પણ આ આસાન ટ્રિકથી કરી શકો છો e-Sign, જાણો શું છે સ્ટેપ્સ...........


યુદ્ધમાં તબાહી જોતા આ મોટા દેશના નેતાએ કરી પુતિન સાથે વાત, પરંતુ પુતિને શું કહેતા ચોંકી ગયા.............