મુંબઇઃ કોરોનાની ત્રીજી લહેરની અસર ભલે હવે ધીમી પડી ગઇ હોય, પરંતુ કેટલાય લોકો એવા છે જે હવે કોરોનાનો શિકાર થઇ રહ્યાં છે. આ કડીમાં વધુ એક્ટ્રેસનુ નામ જોડાઇ ગયુ છે. કરિના કપૂરની બહેન કરિશ્મા કપૂરને કોરોનોનો ચેપ લાગ્યો છે. આ વાતની જાણકારી અને બહેનની તબિયત વિશે ખુદ કરિના કપૂરે જાણકારી આપી છે. કરિનાએ ગુરુવારે કાજોલને કરિશ્મા કપૂરની તબિયત વિશે બતાવ્યુ, ખરેખરમાં કાજોલ અને કરિના કપૂરની મુલાકાત એક શૂટિંગ દરમિયાન થઇ હતી અને તેને કરિશ્મા કપૂરની તબિયત વિશે વાત કરી હતી.
બન્નેનો એક વીડિયો પણ થઇ રહ્યો છે વાયરલ-
કાજોલ અને કરીના એકબીજાને મળ્યા જ્યારે તેઓ નજીકમાં શૂટિંગ કરી રહ્યા હતા અને પાપારાઝીએ તેમને જોયા. તેમની મીટિંગનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બન્ને અભિનેત્રીઓ તેમના પરિવાર, સ્વાસ્થ્ય, કોરોનાવાયરસ અને કરીનાના પુત્ર જેહ વિશે વાત કરતી જોવા મળી હતી.
આ દરમિયાન કરીના અને કાજોલ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં હતી, બન્નેએ ખુબ વાતો કરી હતી. તમે કરીનાને કહેતા સાંભળી શકો છો, ‘શું થઈ રહ્યું છે?’ કાજોલ પણ કરીનાને પૂછતી સાંભળી શકાય છે, ‘તમારું નવું બાળક કેવું છે?’ જેના જવાબમાં કરીના કહે છે, ‘તે એક વર્ષનો છે.’
કરિશ્માની તબિયત વિશે પુછ્યુ- આ પછી કાજોલે કહ્યું કે તેનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો ત્યારે કરીનાએ ખુલાસો કર્યો કે બુધવારે મોટી બહેન કરિશ્મા કપૂરનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેત્રીએ કહ્યું, ‘લોલોનો ટેસ્ટ ગઈકાલે જ પોઝિટિવ આવ્યો હતો.’
આ પણ વાંચો.......
Health Tips: આ એક ચીજ ખાવાથી વધે છે ઈમ્યુનિટી, હાડકાં-હૃદય અને શરીર બનશે મજબૂત
Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન
Weight Loss Tip: રોજિંદા રસોઇમાં વપરાતા આ પાનના સેવનથી ફટાફટ ઉતરશે વજન
ગળામાં ચેઇન બાંધીને બાંધ્યા શારીરિક સંબંધ, પછી મહિલાએ પ્રેમીની કરી હત્યા
CISFમાં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, 12મું પાસ પણ અરજી કરી શકે છે