નવી દિલ્હીઃ હાલમાં રશિયા અને યૂક્રેનનુ યુદ્ધ હવે મોટા પાયે વધી ગયુ છે. યૂક્રેનના મોટાભાગના મોટા શહેરોમાં તબાહી મચી ગઇ છે, અને ખંડેર બની રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે યુદ્ધને રોકવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોએ આગેવાની લીધી હતી પરંતુ, પુતિનના આક્રમક વણણ સામે તેઓ કંઇજ ના કરી શક્યા. 

Continues below advertisement

ગુરુવારે ઇમેનુએલ મૈક્રોએ કહ્યું કે, તેમને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે યૂક્રેન હુમલો રોકવા માટે એકવાર ફરીથી વાત કરી છે. પરંતુ પુતિને હમણાં આમ કરવા તૈયાર નથી. મૈક્રોએ ટ્વીટ કરતા કહ્યું કે આ સમયે તો તેમને ઇનકાર કરી દીધો છે. એટલે રશિયાના રાષ્ટ્રપિત પુતિન હાલ યુદ્ધ રોકવા માટે કોઇપણ રીતે તૈયાર નથી. 

ફ્રાસના રાષ્ટ્રપતિએ પુષ્ટી કરી કે તેમને ગુરુવારે પુતિન સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું કે તે તેમની સાથે વાતચીત ચાલુ રાખશે, અને વધુ માનવીય ત્રાસદી ના થાય. તેમને પોતાની પૉસ્ટમાં લખ્યું કે અમે સ્થિતિ ખરાબ થતાં રોકવી જોઇએ. 

Continues below advertisement

આ બધાની વચ્ચે બન્ને નેતાઓએ પુષ્ટી કરી છે કે બન્ને નેતાઓએ લગભગ 90 મિનીટ સુધી વાતચીત કરી હતી. આ પછી મૈક્રોએ કહ્યું કે પુતિન આખા યૂક્રેન પર કબજો જમાવવા માંગે છે. યૂક્રેન હજુ ખરાબ થવાનુ બાકી છે. 

આ પણ વાંચો....... 

RBIમાં નોકરી મેળવવાની શાનદાર તક, 905 જગ્યા માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી

બૉલીવુડની સુપર હૉટ એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, બહેને આપી જાણકારી

SIDBI માં ગ્રેડ A ની બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર પડી, અરજી પ્રક્રિયા 4 માર્ચથી શરૂ થઈ

Russia-Ukraine War: કારમાં લાગેલા કેમેરામાં કેદ થયો મિસાઇલ હુમલાનો Live Video

Tips: ડિજીટલ ડૉક્યૂમેન્ટમાં પણ આ આસાન ટ્રિકથી કરી શકો છો e-Sign, જાણો શું છે સ્ટેપ્સ...........

યુદ્ધમાં તબાહી જોતા આ મોટા દેશના નેતાએ કરી પુતિન સાથે વાત, પરંતુ પુતિને શું કહેતા ચોંકી ગયા.............