Personal Loan Rate of Interest, Personal Loan Tips: જો તમને અચાનક પૈસાની જરૂર પડી ગઇ છે, અને તમારી પાસે ગેરંટી તરીકે મુકવા માટે કોઇ પ્રૉપર્ટી નથી, તો પર્સનલ લૉન તમારા માટે એક શાનદાર ઓપ્શન છે. પર્સનલ લૉન એક એવી લૉન છે, જેને તમે વિના કોઇ કૉલેટરલ ગેરંટીથી પણ પ્રાપ્ત કરી શકો છો. જો તમારા બાળકોના લગ્ન, બિમારી વગેરેમાં ખર્ચ માટે અચાનકથી 5 લાખ રૂપિયાની જરૂર પડી ગઇ છે, તો દેશમાં આ પાંચ બેન્કો છે જે એકદમ સસ્તાં દર પર પર્સનલ લૉન ઓફર કરી રહી છે. જાણો આ બેન્કો વિશે........


પંજાબ નેશનલ બેન્ક - 
પંજાબ નેશનલ બેન્ક સાર્વજનિક ક્ષેત્રની બીજી સૌથી મોટી બેન્ક છે, આ બેન્ક પોતાના ગ્રાહકોને 5 લાખ રૂપિયાની પર્સનલ લૉન માત્ર 9.8 ટકાના વ્યાજ દર પર ઓફર કરી રહી છે. 


બેન્ક ઓફ મહારાષ્ટ્ર - 
આ બેન્ક પણ પોતાના ગ્રાહકોને એકદમ સસ્તા વ્યાજદરે પર્સનલ લૉન ઓફર કરી રહી છે, જો તમે 5 લાખની પર્સનલ લૉન 5 વર્ષ માટે લો છો, તો તમને બેન્ક 8.9 ટકાના વ્યાજદર પર લૉન ઓફર કરી રહી છે. 


યશ બેન્ક - 
પોતાના ગ્રાહકોને 5 વર્ષ માટે 5 લાખની લૉન પર 10 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આમાં ગ્રાહકોને દર મહિને 10,624 ટકાની ઇએમઆઇ આપવી પડશે. 


સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા - 
એસબીઆઇ પોતાના ગ્રાહકોને 5 લાખ રૂપિયાની પર્સનલ લૉન પર 10.55 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આવામા ગ્રાહકોને દર મહિને 10,759 તરીકે ઇએમઆઇ ચૂકવવી પડી શકે છે. 


બેન્ક ઓફ બરોડા - 
આ બેન્ક પણ 5 રૂપિયાની પર્સનલ લૉન પર ગ્રાહકોને 10.2 ટકાના હિસાબથી વ્યાજ દર 5 વર્ષ માટે ઓફર કરી રહી છે.


 


Loan Tips: પૈસાની જરૂર છે! LICની વીમા પોલિસી સામે આ રીતે મેળવો લોન, જાણો નિયમ અને પ્રક્રિયા


LIC પોલિસી સામે લોન લેવા માટેના કેટલાક ખાસ નિયમો


દરેક LIC પોલિસી પર લોનની સુવિધા ઉપલબ્ધ નથી. મોટાભાગની લોન પ્રાદેશિક અને એન્ડોવમેન્ટ પોલિસી સામે જ લઈ શકાય છે.


તમને કેટલી લોન આપવામાં આવશે તે સમર્પણ મૂલ્ય પર આધારિત છે.


કોઈ વ્યક્તિ લોન સમર્પણ મૂલ્યના 80 થી 90 ટકા જેટલી લોન મેળવી શકે છે.


વ્યાજ તમારા ક્રેડિટ સ્કોર અને પ્રોફાઇલ જેવી બાબતો પર આધાર રાખે છે જેમ કે પગાર વગેરે. તે 10 થી 12 ટકા વચ્ચે હોઈ શકે છે.


જો તમારી સરેન્ડર વેલ્યુ લોનની રકમ કરતા વધારે હોય, તો તમે લોન લીધા પછી પણ પોલિસી બંધ કરી શકો છો.


જો તમારી પૉલિસી વ્યક્તિગત લોનની ચુકવણી પહેલાં પરિપક્વ થઈ જાય, તો લોનની બાકીની રકમ પૉલિસીના પાકતી મુલ્યમાંથી ભરપાઈ કરવામાં આવે છે.


લોન માટે કેવી રીતે અરજી કરવી


જો તમે તમારી LIC પોલિસી સામે લોન મેળવવા માંગો છો, તો તમે તેના માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. આ માટે સૌથી પહેલા તમે LICની ઓફિસમાં જાઓ અને લોન ફોર્મ ભરો.


આ પછી KYC દસ્તાવેજ સબમિટ કરો અને તમારું એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો. આ સાથે, અરજી ફોર્મ ભરતા પહેલા, તેના તમામ નિયમો, શરતો વગેરેને સારી રીતે વાંચો. આ પછી, KYC સાથે વિનંતી કરેલા દસ્તાવેજો સબમિટ કરો. આ પછી તમને લોનની અરજી ક્રોસ ચેક કરીને મંજૂર કરવામાં આવશે.