Employees Layoff in 2023: આર્થિક મંદીની આશંકા અને કૉવિડ-19ની વાપસીની વચ્ચે દુનિયા અટવાયેલી છે, અત્યારે દુનિયાભરમાં ભયનો માહોલ છે, એકબાજુ મંદીના કારણે નોકરીઓમાં છટ્ટણી થઇ રહી છે, તો બીજી બાજુ કોરોનાના કારણે લોકો જીવ બચાવવા માટે મથી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે છટ્ટણીને લઇને એક મોટા રિપોર્ટ સામે આવ્યા છે, તે પ્રમાણે કહી શકાય કે વર્ષ 2023 લોકો માટે મુશ્કેલીભર્યુ રહેશે.
રિપોર્ટ પ્રમાણે, નવા વર્ષ એટલે ક 2023માં માત્ર 6 દિવસોમાં એટલા લોકોની નોકરી ગઇ છે, જેટલા આખા ડિસેમ્બરમાં લોકોએ ગુમાવી હતી. આખી દુનિયામાં જાન્યુઆરીના એક સપ્તાહથી પણ ઓછા સમયમાં 30 હજાર લોકોએ નોકરી ગુમાવી દીધી છે. જે ડિસેમ્બરની સરખામણીમાં બેગણી છે. હવે આવનારા સમયમાં કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ગ્લૉબલ લેવલ પર વર્ષ 2023માં કેટલીય કંપનીઓએ પોતાના કર્મચારીઓને કાઢવામાં પણ સંકેત આપ્યા છે. અમેઝૉનના 18 હજાર કર્મચારીઓને કાઢવાની પણ વાત છે. જે ગયા વર્ષ 11 હજારથી વધુ કર્મચારીઓને કાઢવાની જાહેરાત કરી હતી. જાણો વર્ષ 2023 માં કઇ કઇ કંપનીઓમાં નોકરી જઇ શકે છે.
આ કંપનીઓમાંથી લોકોની ગઇ નોકરી -
Layoffs Trackerના આંકડા અનુસાર, જાન્યુઆરીના પહેલા છ દિવસોમાં 30 કંપનીઓમાં કુલ 30,611 લોકોને નોકરીમાંથી કાઢી મુકાયા છે. Amazon ઉપરાંત આ લિસ્ટમાં વીડિયો હૉસ્ટિંગ પ્લેટફોર્મ Vimeo, ટેકનિકલ જાયન્ટ્સ Salesforce, ક્રિપ્ટો એક્સચેન્જ હુઓબી અને બીજા કેટલાય સામેલ છે.
Google નવું GRAD લાવ્યું
ગૂગલે આ વર્ષે નવી પરફોર્મન્સ રિવ્યૂ સિસ્ટમ શરૂ કરી છે. કર્મચારીઓની કામગીરીની ગણતરી માટે શરૂ કરવામાં આવેલી આ સમીક્ષા સિસ્ટમનું નામ છે GRADE (Google Reviews and Development). કંપનીના કર્મચારીઓ આ સિસ્ટમમાં વર્ષના અંતની સમયમર્યાદા સંબંધિત પ્રક્રિયાગત અને તકનીકી સમસ્યાઓ વિશે ફરિયાદ કરી રહ્યા છે.
મોટાભાગના લોકોને નીચું રેન્કિંગ મળશે
કંપનીના કર્મચારીઓનું કહેવું છે કે આ નવી રેન્કિંગ સિસ્ટમ હેઠળ કંપનીના લગભગ 6 ટકા ફુલ-ટાઇમ કર્મચારીઓ લો-રેન્કિંગ કેટેગરીમાં આવશે, જ્યારે પહેલા માત્ર 2 ટકા કર્મચારીઓ આ કેટેગરીમાં આવતા હતા. તે જ સમયે, નવી રેન્કિંગ સિસ્ટમમાં ઉચ્ચ ગુણ મેળવવા મુશ્કેલ છે. આ સિસ્ટમમાં એવો અંદાજ છે કે માત્ર 22 ટકા કર્મચારીઓ જ ઉચ્ચ રેન્કિંગ મેળવશે, જ્યારે પહેલા આવા કર્મચારીઓની સંખ્યા 27 ટકા હતી.
10,000 નોકરીઓ જોખમમાં છે
મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે કે ગૂગલના આ પગલાથી 10,000 કર્મચારીઓને અસર થશે. તે જ સમયે, શક્ય છે કે કંપનીએ માત્ર તેના ખર્ચને ઘટાડવા માટે આ પગલું ભર્યું હોય.