Ericsson Layoff: ટેલિકૉમ હાર્ડવેર બનાવનારી કંપની એરિક્સને હવે છટ્ટણીનો ફેંસલો કર્યો છે. કંપની પોતાના ખર્ચમાં કાપ મુકવા માટે દુનિયાભરમાંથી 8500 કર્મચારીઓની છટ્ટણી કરશે. કંપનીએ આ બાબત કર્મચારીઓને મેમો આપીને કરી છે. 


એરિક્સને આ અઠવાડિયે સોમવારે સ્વીડનમાં 1400 કર્મચારીઓની છટ્ટણીનું એલાન કર્યુ હતુ, પરંતુ તેના થોડાક જ દિવસો બાદ કંપનીએ દુનિયાભરમાં 8500 કર્મચારીઓની છટ્ટણી કરવાનો ફેંસલો કર્યો છે. કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવ બૉર્ઝે એકહૉલ્મે કર્મચારીઓને મોકલેલા મેમોમાં લખ્યુ છે કે, કર્મચારીઓની છટ્ટણી તે દેશના પ્રેક્ટિસના આધાર પર કરવામાં આવશે, અને અલગ અલગ દેશોમાં આની રીત અલગ હશે. તેમને બતાવ્યુ કે, કેટલાય દેશોમાં લોકોની છટ્ટણીની જાણકારી પહેલાથી આપી દેવામાં આવી છે. 


તાજેતરમાં જ વૈશ્વિક આર્થિક સંકટને ધ્યાનમાં રાખતા કેટલીય ટેકનોલૉજી કંપનીઓએ હજારોની સંખ્યામાં કર્મચારીઓની છટ્ટણી કરી છે અને ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીની આ સૌથી મોટી છટ્ટણી હશે. કંપનીએ ત્રિમાસિક માટે પરિણામ જાહેર કર્યુ હતુ, તે આશાઓથી ઓછુ હતુ, અમેરિકા સહિત આખા રિઝનમાં પણ 5જી ઇક્વીપમેન્ટની માંગમાં કમી આવી છે. 


ટેલિકૉમ ઇક્વીપમેન્ટની માંગમાં કમીના કારણે કંપનીએ 2023 ના છેલ્લે સુધી 880 મિલિયન ડૉલર સુધી ખર્ચ ઘટાડવાનો ફેંસલો કર્યો છે. કંપનીએ સ્પષ્ટ કર્યુ છે કે, છટ્ટણી દ્વારા કંપની ખર્ચમાં કાપ મુકશે. કંપનીએ પહેલા પણ સંકેત આપી દીધા હતા કન્સટલ્ટન્ટની સંખ્યામાં કમી, રિયલ એસ્ટેટથી લઇને છટ્ટણી દ્વારા કંપની પોતાની કૉસ્ટમાં કાપ કરશે. 


Twitter: મસ્કનું અભી બોલા અભી ફોક, વચન આપ્યા બાદ પણ કરી કર્મચારીઓની છટણી


Twitter Layoff : જ્યારથી ઈલોન મસ્ક ટ્વિટરનો માલિક બન્યા છે ત્યારથી તે કંપનીમાં અનેક મોટા ફેરફારો કરી રહ્યાં છે. પહેલા કર્મચારીઓની છટણીના પહેલા રાઉન્ડ બાદ હવે છટણીનો બીજો તબક્કો પણ હાથ ધરવામાં આવ્યો છે. સૌથી મહત્વની અને આશ્ચર્યજનક વાત તો એ છે કે, કર્મચારીઓ સાથેની મીટિંગમાં મસ્કએ દાવો કર્યો હતો કે ટ્વિટર હવે વધુ કર્મચારીઓને નોકરીમાંથી નહીં કાઢે તેવુ વચન આપ્યું હતું. આ વચન આપ્યા છતાંયે મસ્કે આ નિર્ણય લેતા તેમની ચારેકોર ટીકા થઈ રહી છે. 


હજી ગયા અઠવાડિયે જ સેલ્સ અને એન્જિનિયરિંગ વિભાગના ડઝનેક કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા હતા. તેમાં ઈલોન મસ્કની સીધી રિપોર્ટિંગ એક્ઝિક્યુટિવ શામેલ છે જે ટ્વિટરના એડ બિઝનેસ માટે એન્જિનિયરિંગ મેનેજમેન્ટ કરી રહી હતી. ધ વર્જના સમાચાર મુજબ નવા ટ્વિટર સીઈઓ ત્રણ રાઉન્ડમાં છટણી કરશે.


કર્મચારીઓની સમય સમયે થઈ રહી છે છટણી


ઈલોન મસ્ક નવેમ્બરમાં સૌથી વધુ છટણીકરી હતી. પહેલા રાઉન્ડની છટણીમાં 7,500 ટ્વિટર કર્મચારીઓમાંથી બે તૃતીયાંશ અસરગ્રસ્ત બન્યા હતા. એક ઈન્ટરનલ મીટિંગમાં ઈલોન મસ્કએ દાવો કર્યો હતો કે, તે ટ્વિટર પર એન્જિનિયરિંગ અને સેલ્સની પોઝિશન માટે સક્રિયપણે છટણી કરી રહ્યું છે. આ સિવાય કર્મચારીઓને સારા ઉમેદવારોની યાદી આપવાનું પણ કહેવામાં આવ્યું છે. પરંતુ સમય સમય પર તેઓ કર્મચારીઓને બહારનો માર્ગ પણ બતાવી રહ્યા છે.









ફક્ત આટલુ જ નહીં, કંપનીને નફામાં લાવવા માટે ઘણા મોટા નિર્ણયો લઈ રહ્યા છે. ટ્વિટરએ ભારતમાં તેની ત્રણ ઓફિસોમાંથી બે બંધ કરી દીધી છે અને તેના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સૂચના આપી છે. ટ્વિટરએ નવી દિલ્હી અને મુંબઇમાં તેની ઓફિસો બંધ કરી દીધી છે.


ગયા વર્ષે નવેમ્બરમાં મસ્કે ભારતમાં તેના 90 ટકાથી વધુ કર્મચારીઓને બરતરફ કર્યા હતા. એક અઠવાડિયામાં ટ્વિટરના મુખ્ય ફીડમાં જાહેરાતોને લક્ષ્ય બનાવવાની રીત સુધારવા માટે મસ્કે આંતરિક સૂચના પણ આપી છે.