Wholesale Price Index: માર્ચમાં જથ્થાબંધ ફુગાવાના દરમાં ઘટાડો જોવા મળ્યો છે અને તે ઘટીને 2 ટકાના આંકડા પર આવી ગયો છે. જથ્થાબંધ ભાવાંક આધારિત જથ્થાબંધ ફુગાવો માર્ચમાં 1.34 ટકા હતો, જે અગાઉના મહિનામાં 3.85 ટકા હતો.


ફેબ્રુઆરી અને જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવાનો દર કેટલો હતો


ફેબ્રુઆરી મહિનામાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો 3.85 ટકા હતો અને તેના અગાઉના મહિનામાં એટલે કે જાન્યુઆરી 2023માં જથ્થાબંધ મોંઘવારી દર 4.73 ટકા હતો.


ખાદ્ય મોંઘવારી દરમાં મોટો ઘટાડો


જથ્થાબંધ ફુગાવાના દરમાં આ ઘટાડો મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓના નીચા ફુગાવાના દરને કારણે આવ્યો છે. માર્ચમાં ખાદ્ય મોંઘવારી દર ઘટીને 2.32 ટકા પર આવી ગયો છે. તેના અગાઉના મહિનામાં એટલે કે ફેબ્રુઆરીમાં ખાદ્ય ફુગાવાનો દર 2.76 ટકા હતો.






જથ્થાબંધ મોંઘવારી ઘટવાનું કારણ શું છે


મૂળભૂત ધાતુઓ, ખાદ્ય ઉત્પાદનો, કાપડ, બિન ખાદ્ય ચીજવસ્તુઓ, ખનિજો, રબર અને પ્લાસ્ટિક ઉત્પાદનો, ક્રૂડ-પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તેમજ કાગળ અને પેપર ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થવાને કારણે આ વખતે જથ્થાબંધ ફુગાવો ઘટ્યો છે. ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં આ માહિતી આપી છે.


ફ્યૂઅલ અને પાવર ફુગાવો દર


ઈંધણ અને વીજળીનો મોંઘવારી દર ફેબ્રુઆરીમાં 14.82 ટકાથી ઘટીને માર્ચમાં 8.96 ટકા થઈ ગયો છે.


મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટનો ફુગાવો દર


મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો ફુગાવો ફેબ્રુઆરીમાં 1.94 ટકાથી ઘટીને માર્ચમાં 0.77 ટકા થયો હતો.


ખાદ્ય મોંઘવારી હેઠળના આંકડા


બટાટાનો જથ્થાબંધ મોંઘવારી દર ફેબ્રુઆરીમાં -14.30 ટકા હતો અને માર્ચ 2023માં તે ઘટીને -23.67 ટકા થઈ ગયો છે.


ડુંગળીનો જથ્થાબંધ મોંઘવારી દર ફેબ્રુઆરીમાં -40.14 ટકા હતો અને માર્ચમાં વધ્યો છે. માર્ચમાં તેનો જથ્થાબંધ મોંઘવારી દર -36.83 ટકા હતો.


રિટેલ ફુગાવો પણ ઘટીને 5.66 ટકા થયો છે


માર્ચ માટે જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવાના આંકડા જાહેર કરવાના દિવસો પહેલા, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે 12 એપ્રિલે જણાવ્યું હતું કે છૂટક ફુગાવો ગયા મહિને 5.66 ટકાના 15 મહિનાના નીચા સ્તરે પહોંચી ગયો છે. મૂળભૂત ધાતુઓ, ખાદ્ય ઉત્પાદનો, કાપડ, બિન-ખાદ્ય ચીજો, ખનિજો, રબર, પ્લાસ્ટિક ઉત્પાદનો, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને કાગળ અને પેપર ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થવાને કારણે માર્ચ 2023 માં ફુગાવો સામાન્ય થયો છે.