Cryptocurrency News: Bitcoin, Ether, Dogecoin, Shiba Inu  સહિત તમામ મુખ્ય ક્રિપ્ટોકરન્સીના ભાવમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો છે. હાલ બિટકોઈનના ભાવ 0.38% નો ઘટાડો થયો છે વિશ્વની સૌથી જૂની ક્રિપ્ટોકરન્સી હાલમાં ભારતીય એક્સચેન્જ CoinSwitch Kuber પર $45,884 (અંદાજે રૂ. 33.9 લાખ) પર ટ્રેડ થઈ રહી છે. CoinMarketCap અને Binance જેવા આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો પર, બિટકોઇનની કિંમત લગભગ $42,000 (અંદાજે રૂ. 31.2 લાખ) હતી. વૈશ્વિક સ્તરે $45,000 ની નીચે બિટકોઈન ટ્રેડિંગનો આ પાંચમો દિવસ છે.


ક્રિપ્ટો માર્કેટમાં કેમ થઈ રહ્યો છે ઘટાડો


બિટકોઈનની જેમ ઈથર પણ સારું પ્રદર્શન કરી રહ્યું નથી. ગેજેટ્સ 360ના ક્રિપ્ટોકરન્સી પ્રાઈસ ટ્રેકર મુજબ, ઈથર ટોકનની કિંમત $3,388 (અંદાજે રૂ. 2.5 લાખ) હતી, જે 2.39% ની નીચે છે. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવા માટેની તેની સમયમર્યાદા પૂર્વ-નિર્ધારિત કર્યા બાદ અને માર્ચના મધ્યમાં તેનો અમલ કરવામાં આવશે તેવો સંકેત આપ્યા બાદ 6 જાન્યુઆરીથી ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડો નોંધાયો છે. ત્યારથી, બિટકોઈન અને ઈથર અનુક્રમે 9% અને 8.3% નીચે છે.


આ ક્રિપ્ટોની વધી કિંમત


Tether, USD Coin, Cardano, Ripple, Dogecoin અને Shiba Inu સહિત મોટાભાગની altcoins માં પણ કડાકો બોલ્યો છે. જ્યારે Polygon ની સાથે કેટલીક ક્રિપ્ટોકરન્સી જેવી કે Iota, Cosmos, Dash અને Augurની કિંમતમાં વધારો થયો છે.


Ind vs SA 3rd Test: આ મામલે Rahul Dravidથી આગળ નીકળ્યો Virat Kohli, લિસ્ટમાં માત્ર Tendulkar જ છે આગળ


UP Elections 2022: UPમાં કેટલા ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં જોડાશે ?  શરદ પવારે શું કર્યો ધડાકો


ICMR Testing Guideline: કયા લક્ષણો જોવા મળે તો થઈ શકશે કોરોના ટેસ્ટ, કયા લોકોનું નહીં થાય ટેસ્ટિંગ -ICMR એ જાહેર કરી એડવાઇઝરી


સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણી પર ખતરો, ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી આવ્યો કોરોના પોઝિટિવ


IPS Officer Salary : શું તમે જાણો છો આઈપીએસ અધિકારીની કેટલી હોય છે સેલરી, જાણો કામ અને જવાબદારી