નવી દિલ્હીઃ ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં જોરદાર ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં બિટકોઈનમાં 21 ટકાનો કડાકો બોલી જતા રોકાણકારોનો રોવાો વારો આવ્યો છે. કડાકાને પગલે રોકાણકારોને ડર લાગી રહ્યો છે કે ક્યાંક બિટકોઇનનો ફુગ્ગો ફુટી ન જાય.


નોંધનીય છે કે માર્ચ 2020 પછી આ બે દિવસમાં બિટકોઈનમાં આવેલો સૌથી મોટો કડાકો છે. રવિવાર અને સોમવારે એમ બે દિવસમાં બિટકોઈનમાં 21 ટકાનો કડાકો બોલી ગયો છે. જોકે યૂરોપિયન સત્ર બાદ તેમાં આંશિક સુધારો જોવા મળ્યો હતો પરંતુ હજુ પણ ભાવમાં ભારે ઘટાડો થયો છે.

આ પહેલા 8મી જાન્યુઆરીએ બિટકોઈનની કિંમત 42,000 ડોલરની સપાટી વટાવી ગયો હતો જે રવિવારે ઘટીને 38000 પર બોલાયો હતો અને સોમવાર બપોર સુધીમાં મોટો કડાકો બોલતા 10,000 ડોલર ઘટી ને અંતે 32389 ડોલર થઈ ગયો હતો.

જોકે બાદમાં થોડો સુધર્યો અને 34480 ડોલર પર ટ્રેડ કરી રહ્યો હતો. બે દિવસમાં બિટકોઈનમાં 8000 ડોલરનો કડાકો બોલી ગયો હતો. આજે એક બિટકોઈનની કિંમત 25 લાખ 40 હજાર રૂપિયાની નજીક છે જે 8 જાન્યુઆરીએ એક બિટકોઈનની કિંમત 31 લાખ રૂપિયા હતી.

2017 પહેલા બિટકોઈનની કિંમત ખૂબ જ ઝડપથી વધી હતી અને સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ હતી પંરતુ બાદમાં ભારે કડાકો બોલી ગયો હતો. બીટકોઇન બાદ બીજી સૌથી વધુ લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી ઇથરમાં પણ 21 ટકાનો ઘટાડો થયો છે.

બ્રિટનના ફાઇનાન્સ રેગ્યુલેટર દ્વારા સોમવારે ક્રિપ્ટોકરન્સી રોકાણકારો માટે કડક ચેતવણી આપતા કહ્યું કે, જે લોકો તેમાં રોકાણ કરે છે તેમને રૂપિયા ગુમાવવનો વારો આવશે. તેમના મતે ક્રિપ્ટોએસેટ્સમાં રોકાણ કરવું ખૂબ જોખમી છે.